વાત વિનોદના વર્તનની. વિનોદે વિનોદી વલ્ગર વિચાર વહેંચ્યો. વિરોધ વધ્યો વલ્ગર વિચારનો. વિપુલ - વિમલનો વિરોધ વધતાં વિનોદ વકર્યો. વાતે વાતે વિનોદ વઢે, વિનોદ વધુ વિકરાળ.
વિપુલ - વિમલની વિરોધી વાતમાં વધ્યો વિનય. વિનોદના વિનોદી વિચારે વિરોધનો વંટોળ વધાર્યો. વિનયના વિરોધનું વજન વધ્યું. વિનોદનો વિનોદી વલ્ગર વિચાર વિખેરાયો.
#વિનોદી