*સર્જકનું નામ:* *પ્રિયંકાબા ઝાલા*
*વિભાગ:* *પદ્ય*
*શીર્ષક:* *આચરણ*
નજર બતાવે છે ચરિત્ર કેવું છે
વર્તન બતાવે છે સ્વભાવ કેવો છે
વ્યવહાર બતાવે છે વ્યકિત કે વ્યકિતત્વ કેવું છે..
અને *આચરણ* બતાવે છે.. કુળ અને સંસ્કાર કેવાં છે..!
સામાન્ય ભાષામાં કહું તો
આચરણ એટલે..:-
" કોઈ પણ વિચાર,બાબત, વાત કે વસ્તુ ને તમારા વ્યવહાર માં, વર્તન માં, રીત ભાત માં..ચાલચલગત માં કે લક્ષણ અથવા ચારીત્ર્ય માં મુકવું...
આમ તો આચરણ ના પ્રકારો ન હોવા જોઈએ..
તેમ છતાં પણ..
શુધ્ધ આચરણ, વિશુદ્ધ આચરણ, ધર્મ આચરણ..દુરાચરણ વગેરે પ્રકાર છે..
વાણી હોય કે વિવેક
શબ્દો હોય કે ભાષા
વર્તન હોય કે વ્યવહાર
રીતભાત હોય કે પછી લક્ષણો
બુધ્ધિ હોય કે હોય શુધ્ધિ
ચારીત્ર્ય હોય કે પછી સંસ્કાર
નજર હોય કે પછી નજરીયો
લાગણી હોય કે કટાક્ષ
સમજણ હોય કે વિવેકબુદ્ધિ
ધર્મ હોય કે હોય ધતિંગ
આવડત હોય કે કુશળતા
પવિત્રતા હોય કે હોય પારંગતતા
પ્રદર્શન હોય કે દર્શન
સદ્બુધ્ધી હોય કે દુરબુધ્ધીનમ્રતા હોય કે વિનમ્રતા
અભિમાન હોય કે સ્વાભિમાન
માન હોયે કે મર્યાદા
હોય કુળ રીત ભાત કે પરંપરા
સમર્થતા હોય કે હોય અસમર્થતા
સંયોગ હોય કે હોય વિયોગ
ભાવ હોય કે ભક્તિ
માન હોય કે અપમાન
શિક્ષણ હોય કે કેળવણી
ગુણ હોય કે અવગુણ
વ્યભિચાર હોય કે દુરાભીચાર
નફરત હોય કે પ્રેમ
વિશ્વાસ હોય કે અવિશ્વાસ..
સંસ્કાર હોય કે હોય કુળ ની ગરીમા..
વટ હોય કે કાયરતા
*દરેક નું સીધુ પ્રમાણ એટલે આચરણ*
*દરેક ની સાબિતી એટલે આચરણ*
*દરેક ની સંમતિ એટલે આચરણ*
છે વ્યકિત ચારીત્ર્ય થકી ઉજળો..અને
વ્યકિત ના ચારીત્ર્ય નો અરીસો એટલે આચરણ..
આ સાર વીનાના સંસાર માં છે પૃથ્વી પર સઘળું જ નાશવંત..
તેમ છતાં અમર છે પવિત્ર આત્મા ઓ.
તેમના શીલ સદાચરણ થકી આ સંસારમાં..
હોય ભલે આત્મા પવિત્ર કે હોય ઉચ્ચ વિચાર..
ન મુકી શકાય જો એ આચરણ માં
તો બની રહે છે ફક્ત કાગળ પર ના કાળા અક્ષરો..
નથી રહી આજ વ્યભિચાર એ મોટી વસ્તુ તેમ છતાં બદનામ છે આજ અનેક તેના દુરવ્યવહાર થકી..
મહાનતા હોય કે પાત્રતા નથી મળતી શુધ્ધ આચરણ વગર..
ક્ષાત્રત્વ હોય કે હોય સદ્ વિચાર
કરી શકાય ફક્ત આડંબર.. નથી થઈ શકતું તેનુ આચરણ એક શુધ્ધ બીજ વગર
પવિત્રતા કેળવવી પડે, આત્મવિશ્વાસ રાખવો પડે
માન હોય કે અપમાન પચાવવુ પડે, કડવા ઘૂંટ પણ પીવા પડે
ઠોકરો પણ ખાવી પડે, સાચા હોવા છતાં ક્યારેક સહન કરવું પડે
શબ્દો હોવા છતા ખામોશી ઓઢવી પડે
કઠિન હોવા છતાં કાંટાળા માર્ગ પર ચાલવું પડે..
અડગ રહી દરેક મુશ્કેલીઓ સામે ઊભા રહેવું પડે..
કહેવું સહેલું છે કઈક કરીને પણ બતાવવું પડે
અંતે
*હે માનવ વ્યકિત માંથી વ્યકિતત્વ બનેશ તું શુધ્ધ આચરણ થકી*
*દેવ માંથી દાનવ બનેશ તુ દુરાચરણ થકી*
*કર્મ થકી કિસ્મત બને જીવન નું આજ મુલ્ય*
*હે માનવ તારા જ હાથ માં તારું પોતાનું કર્મ*
*છે સઘળું નાશવંત આ સંસાર મા તુ થા અમર ઈતિહાસ માં તારા શુધ્ધ આચરણ થકી*
*થાય આડંબર મહાનતા ના તુ બની શુધ્ધ બીજ મુક એને આચરણમાં*
*જય માતાજી*
*જય ક્ષાત્ર ધર્મ*😊🙏🏻
*સર્જકનું નામ:* *પ્રિયંકાબા ઝાલા 'ક્ષત્રાણી ની કલમે ✒'*
*----------------*