#જન્મ
જન્મ વિશે લખવું એટલે કેટલી મૂંઝવણ. વિચારો રમખાણ મચાવતા હોય.
એક વિચાર બિગબેંગ થિયરી ઉછાળતો આવે
બીજો ઈશ્વરનું ઉપરાણું લઈ પ્રગટે
ત્રીજો પહેલું ઇંડુ કે પહેલી મરઘીનો કોયડો લાવે
ચોથો યાજ્ઞવલ્કયથી લઇ ઓશો સુધીનાં ઉંડાણમાં લઇ જાય
પાંચમો કર્મ નો સિધ્ધાંત લઇ ગંગામાં ડૂબકી મરાવે
છઠ્ઠો વિચાર ઇહલોક પરલોકમાં ગૂંચવાડો ઉભો કરે
આ વિચારોની આંધીને અટકાવું તો ક્યાં?
એેટલામાં માએ માથે હાથ ફેરવી મમતાભરી નજરે જોયું ને બસ જન્મનો મર્મ સમજાઇ ગયો.
-મનીષા