એક ગામમાં એક માજી રહેછે તેમનું મકાન જુનુ ને નળિયાંવાળું છે
આમતો માજી તેમના ઘરમાં એકલાં જ રહેછે ટાઇમે જે મળે તે રાંધી ખાય
પણ એક વાત એવી છે કે તેમના આ જુના મકાનમાં લગભગ બે હજાર બીજા ઉડતા મહેમાનો પણ રહેછે જે છતની અંદર સંતાઇને રહેતા હોયછે.
એટલે કે નાના ચામાચીડીયા...
સાંજ પડે એટલે સરરર કરતાં ઘરની બહાર નીકળી પડે...આખી રાત ઉડે મસ્તી કરે ને સાથે પોતાનો ખોરાક પણ શોધીને ખાતા જાય..સવાર છ વાગે એટલે એક પછી એક વારાફરતી બધાજ ચામાચીડીયા પાછા માજીના મકાનમાં આવીને તિરાળોમાં ભરાઇ જાય. હવે આટલા બધા ચામાચીડીયા જોઇને એક દિવસ ગામના લોકોએ પંચાયતમાં માજી સામે પોતાનો વાંધો ઉઠાવ્યો છે કે આ દરેક ચામાચીડીયાઓને મારી નાખવામાં આવે નહી તો આખા ગામના લોકોને કોરોના થઇ જશે..
પણ આ બાજુ માજી ચામાચીડીયાઓને મારવા નથી માંગતા કારણકે તેમના ઘરમાં હાલ જે છે તે
તેમના સંતાનો જેવાછે.