જુદાઈનો ઈલાજ હોય તો બતાવો,
મૌન રહીને વ્હાલા મને ના સતાવો.
મારી ચાહત છે શ્યામની, કેમ કહું તમને?
મળ્યું છે અમૃત તો ઝેર ના બનાવો.
હું તારી મીરા, હું છું તારી રાધા,
હે માધા! પ્રેમદિવાનીના દરદની દવા તો બતાવો.
ભલે હો તનથી દૂર મનથી રહેજો પાસ,
આપ્યો છે વિરહનો જખમ,
"ઝંખના" મલમ તો બતાવો.
ઝંખના