વેદના બસ એ જ રેશે ઉમ્રભર,
યાચના તો મેં કરી કાંટા ઉપર.
કોઈ બીજું હોય સાથે કે ના હો,
ઝંખનાઓ તો રહે છે રાતભર.
કાળું ટપકું છે લગાવે આપણી,
એ ઉતારે ને હટાવે છે નજર.
થ્યો પરાયો આપનાથી એટલો,
ના મળ્યો આપને, આવી નગર.
જોઇ લીધા મૃત દેહ ને એમનાં,
કે મરણ થ્યુ ઝેર ને પીધા વગર.
ને થશે અક્ષ શાયદ એમની,
જીવતેજીવત થઈ ના કો કદર.