પિતા પણ રંગમંચ વગર
ખરા કલાકાર હોય છે.
ભૂખ્યા રહીને પણ ખાતા
અનેરા ઓડકાર હોય છે.
ગરીબીમાં પણ અમીરીનું
પાત્ર નિભાવતા હોય છે.
ચેહરા પર લાવી કઠોરતા
ઉરનો સ્નેહ છુપાવતા હોય છે.
કોડ પુરવા સંતાનોના એ
ઓવર ટાઈમ કરતા હોય છે.
સંતાનોને ખવડાવવા કેક
એ ઉપવાસ કરતા હોય છે.
વ્હાલસોયાને અપાવવા વાહન
સાઇકલ સવારી માણતા હોય છે.
કલાનો કોઈ એવોર્ડ એ ઝંખે નહીં,
ગજબના ઊંચા કલાકાર હોય છે
#કલા