મડદા રૂપી જીવનમાં જીવનો સંચાર કરી શકે તેનું નામ કલા આ મારો જાત અનુભવ છે દીકરો પોતાના માળામાં ગોઠવાઈ ગયો દીકરી પોતાના માળામાં ગોઠવાઈ ગઈ એકલવાયું જીવન બોજારૂપ લાગવા માંડ્યું મને પેઇન્ટિંગનું નાનપણથી જ શોખ હતો આથી પેઇન્ટિંગ બનાવવા શરૂ કર્યા કેટલાય પેઇન્ટિંગ કર્યા છતાં મનમાં કશુંક ખૂટતું હતું મારી ડોટર ઈન લો એ મને લેખન કળામાં રસ લેતી કરી નાનપણથી મને વાંચનનો ખૂબ શોખ હતો પણ અંગ્રેજી મીડિયમમાં બીએસસી કર્યુ હોવાથી ગુજરાતી ભાષાની પક્કડ ઘણા વખતથી છૂટી ગઈ હતી પણ હિંમત કરીને મેં મારી પહેલી વાર્તા રહસ્યમય મંદિર લખ્યું પછી મને લખવાની મજા પડી ગઈ માતૃભારતી માં મારી છ સાત વાર્તાઓ પણ છે અને રોજ બ્લોગ લખુ છું થેન્ક્સ ટુ માય ડોટર ઈન લો એન્ડ થેન્ક્સ ટુ માતૃભારતી
અને શાસ્ત્રમાં પણ લખેલું છે સાહિત્ય સંગીત અને કલા વગરના મનુષ્ય સાક્ષાત પશુ સમાન છે
#કલા