અનોખીપ્રિત - ૧૦
( ટીવીમાં ન્યુઝ જોઇને અનોખી પ્રિતમને બોલાવે છે,હવે આગળ...)
અનોખી : (આશ્ચર્ય સાથે ) પ્રિતમ આ જુઓ તો!!! આ... આ... આપણો સાગર!!
પ્રિતમ : અરે યાર!!!વ્હોટ રબિશ..? ખોટું છે આ બધું....
અનોખી : આ ન્યૂઝવાળા!!
પ્રિતમ : આ બધું કોઇ મોટું ષડયંત્ર છે. હું હમણાં જ જાઉં છું.
અનોખી : હું પણ આવું...
પ્રિતમ : ના, આપ અહિયાં જ રહો.
(ભાર પૂર્વક) એન્ડ ડુ નોટ ઓપન ડોર એટ એની કોસ્ટ...
અનોખી : હા, પાક્કું.
પ્રિતમ દોડતો નિકળે છે,N.C.B. (Narcotics Control Bureau)ના હેડક્વોટર પર પહોંચે છે,જ્યાં સાગરને બંદી બનાવીને રાખવામાં આવ્યો છે.પ્રિતમ રિસેપ્શનમાં જઇને સાગરની પૂછપરછ કરે છે.
પ્રિતમ : સર,મુઝે સાગર સે મિલના હૈ.
N.C.B.ઓફિસર : વોહી ના જો કલ પબ સે પકડા હૈ વો?
પ્રિતમ : હા,વોહી. મૈં ઉસકા દોસ્ત હૂં.
N.C.B.ઓફિસર :(ટોન માં) દોસ્ત યા પાર્ટનર?
પ્રિતમ : નહીં સર,ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ..
N.C.B.ઓફિસર : મીલના અલાઉ નહીં હૈ.
પ્રિતમ : લેકિન સર,વો ઇનોસન્ટ હૈ.
N.C.B.ઓફિસર : ઠીક હૈ, કોર્ટ મેં મીલ લેના.
ચલો નીકલો અભી યહાં સે,ઐસે થોડી કોઇ ભી મુંહ ઉઠાકે આયેગા ઔર મીલ કે ચલા જાએગા.
પ્રિતમ બહાર આવીને પોતાના ચાર્ટડ એકાઉન્ટન્ટને કોલ કરીને આખી ઘટનાની જાણ કરે છે,એ પ્રિતમને તેના વકીલ મિત્રની લાગવગ અપાવે છે, અને સાગરને મળવાનો રસ્તો ખુલ્લો કરી આપે છે.
પ્રિતમ : ( ફોન આપીને) સર જરા બાત કરોના પ્લીઝ.
N.C.B.ઓફિસર : કૌન હૈ? કીસસે બાત કરું? ક્યોં બાત કરું?
પ્રિતમ : વકીલ સા'બ હૈ સર.
N.C.B.ઓફિસર : દે ચલ..
( N.C.B.ઓફિસર અને વકીલ કંઈક વાતો કરે છે,અને પ્રિતમને મળવા જવા દે છે.)
પ્રિતમ અંદર જાય છે,ત્યાં સાગરને બંદી બનાવી રાખ્યો છે.
પ્રિતમ : શું છે આ બધું?
સાગર : (ખચકાટથી ) ભાઇ કોઇએ પેલો અશ્લીલ વિડિયો મારામાં મૂકી દીધો છે.
પ્રિતમ : અશ્લીલ વિડિયો!!!???
સાગર : હા ભાઇ,અને એ તો આજકાલ ઘણા ખરા લોકોના ફોનમાં હોય જ છે ને?
પ્રિતમ : હા,તો?
સાગર : તો કંઇ નહીં ભાઇ, આ લોકો મોટા થવા માટે મને આ કેસમાં ફસાવી રહ્યા છે.
પ્રિતમ : હે ભોળાનાથ!!! આ શું થઇ રહ્યું છે બધું?
સાગર : ભાઇ, ડ્રગ્સનું તો ખાલી નામ છે,પરંતુ આ વિડિયો ને લીધે હું ફસાયો છું,અને ઓછામાં ઓછા ૬ મહિના તો જેલમાં રહેવું જ પડશે.
પ્રિતમ : ઓહ!! કંઈ તોડપાણી નથી થાય એમ?
સાગર : થાય...બધુંય થાય... પણ ફાયદો શું?
પ્રિતમ : કેમ આવું બોલે છે?
સાગર : તો નહિતર શું ભાઇ, બહાર જઇશું તો પેલો વિડિયો ક્લીપ બનાવનાર વળી પાછો કંઈક નવું ઊભું કરશે, એના કરતાં હું જેલની અંદર જ સુરક્ષિત છું,બીજી કોઇ વ્યાધિ તો નહીં ને.
પ્રિતમ : પણ યાર...,
સાગર: (રોકતા )ભાઇ,મને બચાવવા કરતાં આપ પણ અનોખીને લઇને ક્યાંક દૂર જતાં રહો.કોણ જાણે શું ચાલે છે એ હરામખોરના મગજમાં.
પ્રિતમ : (વિચાર કરતાં) હા યાર!! એતો મેં વિચાર્યું જ નહીં,કે એ આપણા આખા ગૃપને જ ટાર્ગેટ કરી રહ્યો છે.
સાગર : એ જ કહું છું ભાઇ. પહેલાં અનોખી,પછી રાજ, પછી હું અને હવે એ ચોક્કસ તમને જ ટાર્ગેટ કરશે. બી કેયર ફુલ...
પ્રિતમ : હાઁ, ચોક્કસ. તું પોતાનું ધ્યાન રાખજે.
હું અનોખી સાથે દૂર ક્યાંક નિકળી જાઉં છું.
સાગર : હા ભાઇ,મારી ચિંતા બિલકુલ ના કરતાં,આપ જાવ, બાય,ટેક કેયર...
પ્રિતમ બહાર નીકળીને અનોખીને ફોન કરીને સામાન પેક કરવાનું કહે છે. અને પોતે બેસમેન્ટ કાર પાર્કિંગમાં જાય છે. વિચારોના વમળમાં એવો ફસાયેલો છે કે કંઈ સમજાતું નથી. શું કરવું? ક્યાં જવું કોને કહેવું? આ કોણ કરે છે? કેમ કરે છે? આવા તો હજારો સવાલોના ચક્રાવાત વચ્ચે જેવો પોતાની કાર પાસે પહોંચે છે કે, મેસેજ ટોન વાગે છે.પ્રિતમ મેસેજ જુએ છે તો,વળી પાછી નવી વિડિયો ક્લીપ. અને મનમાં ચાલી રહેલા ચક્રાવાતે જાણે ત્સુનામીનું સ્વરુપ લઇ લીધુ.
એ ક્લીપમાં પ્રિતમના જ ઘરના બાથરૂમનો વિડિયો છે,જેમાં અનોખી શાવર લઇ રહી છે. આ જોતાં જ પ્રિતમના મોઢેથી કેટ-કેટલાય અપશબ્દો નીકળી જાય છે. પ્રિતમ તરત જ અનોખીને ફોન કરે છે.૩-૪ રિંગ વાગે છે,પરંતુ અનોખી ફોન ઉપાડતી નથી. પ્રિતમ બમણી ચિંતામાં મૂકાઇ જાય છે.ફરી એકવાર કોલ કરે છે. ફોન ઉપડે છે.
અનોખી : હેલ્લો.
પ્રિતમ : શું કરો છો?ફોન કેમ નથી ઉપાડતાં?
અનોખી : અરે,નહાવા ગઇ હતી. એટલે.
પ્રિતમ : (ડરીને - સ્વગત : તો શું આ વિડિયો ક્લીપ અત્યારે જ બનાવેલી છે?)
(જોરથી )મેઇન દરવાજો લોક નહોતો કર્યો?
અનોખી : હા,એ તો લોક જ છે.
પ્રિતમ : હેં!!! બેડરૂમમાં કોણ છે જુઓ જલ્દી?
અનોખી : (દોડતી બેડરૂમમાં જાય છે ) કોઇ નથી. કેમ શું થયું?
પ્રિતમ : કિચનમાં જુઓ.
અનોખી : અહિંયા પણ કોઇ નથી.
પ્રિતમ : હોલ / બાલ્કની બધે જુઓ કોઇ ઘરમાં ઘૂસ્યું તો નથી ને..
અનોખી : (બધું જોઇ આવે છે.) આખા ઘરમાં કોઇ નથી. મને કેમ ડરાવો છો?
પ્રિતમ : બહાર બિલકુલ ના નિકળજો, હું હમણાં જ પહોંચું છું.
અનોખી: હા,ઓકે. જલ્દી આવો.
પ્રિતમ ફોન મૂકે જ છે ત્યાં એક અનનોન નંબર પરથી ટેક્ષ મેસેજ આવે છે.
મેસેજ : કૈસા લગા વિડિયો?
પ્રિતમ એ નંબર પર કોલ કરે છે. ત્યાં કોલ રિસિવ ના થતાં ફરી એક નવો મેસેજ આવે છે.
મેસેજ : જો તુમ ચાહતે હો કી યે વિડિયો વાયરલ ના હો, તો મુઝે ભૂલકર ભી કોલ મત કરના, ઔર મેં જો કહેતા હું વો કરના પડેગા.
બોલો કરોગે યા નહીં? યસ ઓર નો?
પ્રિતમ રિપ્લાય મુકે છે : કામ ક્યા હૈ?
મેસેજ : યસ ઓર નો?
રિપ્લાય : (નિ:સહાય થઇને) યસ.
મેસેજ : વેરી ગુડ. પાર્કિંગ કે લેફ્ટ સાઇડ મેં એક ડસ્ટબીન હૈ, ઉસે ખોલો.
રિપ્લાય : (ડસ્ટબીન ખોલીને) ખોલા.
મેસેજ : અબ ઉસમે લાલ રંગ કા રેઇનકોટ હૈ,વો લે લો.
રિપ્લાય : ( રેઇનકોટ લઇને) લે લીયા.
મેસેજ : અબ અપને સારે કપડે ઉતારકર વો રેઇનકોટ પહેન લો. સારે યાની કી સારે કપડે.
રિપ્લાય : (રેઇનકોટ પહેરીને) હો ગયા.
મેસેજ : અબ સામને મેઇન રોડ પર એક ઓપન ઓવર બ્રિજ હૈ,લોગો કો રોડ ક્રોસ કરને કે લીયે. ઉસ પર ચઢકર બીચોબીચ જા કર પૂરે ૩૦ મિનિટ તક ખડે રહો.
રિપ્લાય : ઓકે.
પ્રિતમ ઓવર બ્રિજની વચ્ચોવચ્ચ જઇ ઊભો રહે છે. મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.અસંખ્ય લોકો બ્રિજ પર આવાગમન કરી રહ્યા છે. ૩૦ મિનિટનો સમયગાળો શરુ થાય છે. માંડ હજુ ૨ થી ૩ મિનિટ થઇ હશે કે રેઇનકોટનો લાલ રંગ ટપકવા લાગે છે. જોતજોતામાં તો પાણી લાગતાં જ આખો રેઇનકોટ લાલમાંથી એકદમ પારદર્શક થઇ જાય છે.અને પ્રિતમનો આખો નગ્ન દેહ માનવમેદની વચ્ચે પ્રદર્શિત થઇજાય છે.
(.....ક્રમશઃ....)