લોકડાઉનના સમયે પણ ઘણા બિમાર, નબળા, ઉંમરવાળાના લોકોના સામાન્ય રીતે મરણ થતા હોયછે.
જે લોકો હિન્દુઓછે તેમની વાત કરુછું કારણકે હિન્દુ સંસ્કૃતિમાં જે વયકતિનું મરણ થાયછે પછી તેને બાળવામાં આવેછે ને બળી ગયા પછી શરીરમાં અમુક બાકી રહેલા (બળ્યા વગરના) હાડકાને આપણે ફુલો કહીએ છીએ તે ફુલોને પવિત્ર પાણીની અંદર પધરાવવાના હોયછે પરંતું હાલ દરેક જગ્યાએ લોકડાઉન હોવાથી લોકોને બહાર નીકળવાની મનાઇ હોયછે માટે તે ઘરના લોકો પોતાના સગાંના ફુલો બહાર પધરાવવા જઇ શકતા નથી આમેય આવા મરણ પામેલના ફુલો કોઇ પોતાને ઘેર વધુ સમય રાખી શકે નહીં તેથી ઘણા લોકો આવા ફુલો નાની માટીની હોલડીમાં મુકીને ઉપર સફેદ કપડું બાંધીને મરનારના નામ સાથે સ્મશાનમાં કોઇ એક જગ્યાએ મુકી રાખે છે તો ઘણા લોકો બંધ લોકરમાં પણ રાખે છે સામાન્ય સંજોગોમાં માણસ મરી ગયા પછી આવા ફુલો એકથી બે દિવસ ઘરની બહાર ખીટી ઉપર ટિગાડીને રાખી શકાયછે પણ લોકડાઉનને લીધે વધુ દિવસ ઘરમાં રાખી ના શકાય કારણકે રખડતા કુતરાં બિલાડીઓનું પણ ધ્યાન રાખવુ પડતું હોયછે.
હવે આવો લોકો લોકડાઉન ખુલવાની રાહ જોઇને બેઠા હોયછે, લોકડાઉનમાં જેવી થોડીઘણી બહાર નીકળવાની છુટછાટ મળશે તુરંત લોકો તે ફુલો પાણીમાં પધરાવી દેશે.
કોઇ હરિદ્વાર લઇ જશે તો કોઇ ચાંણોદ લઇ જશે...ને મરનારની આમ અંતિમ ક્રિયા પણ પુરી કરશે.