એક વાત કહું ખબર છે..
બધી શબ્દોની રમત છે,
પણ તું એ શબ્દોમાં નથી આવતી,
કદાચ...!
તારો પોતાનો જ એક દાયરો છે, તારાજ ખંડો છે,
તારી જ ત્રિજ્યા છે અને
તારું પોતાનું કેન્દ્ર છે..
અને હુંગણિતનો એ વિદ્યાર્થી,
જે તને વાંચે છે, મનન કરે છે, લખે છે, ભૂંસે છે.. અને
છેલ્લે નાપાસ થઈ જાય છે.
સાચું ને...?