અનોખીપ્રિત - ૯
( આપણે આગળ જોયું કે પ્રિતમ અને અનોખી હજુ ઘરે પહોંચે છે ત્યાં સાગરનો કોલ આવે છે અને રાજની આત્મહત્યાના સમાચાર આપે છે, હવે આગળ....)
સાગર : ભાઇ રાજે ગળાફાંસો ખાઇ લીધો છે.
પ્રિતમ : વ્હોટ !!!??
સાગર : હા,ભાઇ.
પ્રિતમ : અચાનક?
સાગર : તમે અત્યારે જ રુમ પર આવો.
પ્રિતમ : હા, અબઘડી આવું છું.
પ્રિતમ અનોખીને ઘરમાં અંદરથી લોક કરીને રહેવાની તાકીદ આપી સીધો રાજના રુમ પર જાય છે.રાજની લાશ લટકી રહી છે,જીભ અને આંખો બહાર નીકળી ગઇ છે,મોઢું ફૂલીને કોળા જેવું બની ગયું છે, પોલીસ પોતાની તપાસણી કરી રહી છે,નજીકમાં સાગર ઉભો છે.
પ્રિતમને જોઇને સાગર એની પાસે આવે છે.
સાગર : (રડતાં) આ શું થઇ ગયું ભાઇ?
પ્રિતમ : (અંદરથી સાવ ભાંગી પડે છે, અને ફક્ત એટલું જ બોલી શકે છે ) શું કમી રહી ગઇ મારાથી?
સાગર : ભાઇ,વિડિયો ક્લીપ!!!
પ્રિતમ : (ચોંકીને) હેં....? શું...? ક્લીપ?
સાગર : હા ભાઇ, કોઇએ રાજ અને એના બોસની વાઇફની ખોટી વિડિયો ક્લીપ બનાવી અને ઓફિસમાં વાયરલ કરી દીધી.
બોસને આ વાતની ખબર પડતાં એમણે વિશ્વાસઘાતના આઘાતને પગલે આખી ઓફિસના સ્ટાફની સામે ૩-૪ તમાચા મારી દીધા. રાજે બોસને સમજાવવાની ખૂબ કોશિશ કરી,પણ બોસ ના માન્યા. રાજની ખૂબ બેઇજ્જતી કરી અને ગાર્ડ મારફતે ધક્કા મારીને કાઢી મૂક્યો. રાજ આ બધું સહન ના કરી શક્યો,અને...
પ્રિતમ : ઓહ માય ગોડ!!! મેં ના પાડી હતી ને? અવૈધ સંબંધોના પરિણામ વિનાશકારી હોય છે..
સાગર : હા ભાઇ, પણ... આતો ફક્ત ઓફિસમાં વટ પાડવા માટે અને....
પ્રિતમ : (વાત અટકાવતાં,ગુસ્સામાં ) શું અને? તારો જ વાંક છે બધો, તું જ એને ઉકસાવતો હતો, કે આ બધું તો ચાલતું જ હોય,માચો ઇમેજ,કૂલ વન,વગેરે વગેરે...
સાગર : હા ભાઇ,મિસ્ટેક થઇ ગઇ.
પ્રિતમ : મિસ્ટેક નહીં,અપરાધ બોલ, અને આનું પરિણામ પણ જોઇ લીધું ને?
સાગર : સોરી ભાઇ...
પ્રિતમ : સોરી!!!? કયા મોઢે રાજના માઁ-બાપને જવાબ આપીશ? શું એની મોતનું કારણ પણ જણાવી શકીશ એમને?
સાગર નિરુત્તર બની જાય છે.એને પસ્તાવો થાય છે કે રમત રમતમાં ભારે મોટી ભૂલ કરી બેઠો છે," અબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઇ ખેત"...
માંડ માંડ પ્રિતમ બધું થાળે પાડે છે, અનોખીને રાજના મૃત્યુની જાણ કરે છે,અનોખી પણ થોડા સમય બાદ આવી પહોંચે છે. રાજની મોતનું કારણ પુછતાં પ્રિતમ એમ કહે છે કે," એની જોબ જતી રહી એટલે." આ વાત અનોખીને ગળે નથી ઊતરતી પણ સમય અને પરિસ્થિતિ જોતાં વધુ સવાલ-જવાબ કરવાનું ટાળે છે. અને પ્રિતમ સાથે રહીને રાજના માતા-પિતાને શાંત્વના આપી રાજનું ક્રિયાકર્મ કરાવે છે.
***** ***** *****
હવે પ્રિતમ આ બધું જે કોઇ કરી રહ્યું છે એની પાછડ હાથ ધોઇને પડી જાય છે. સાગરને અસ્માના બાપને ત્યાં મોકલે છે,જે ૬ વર્ષો પહેંલા મરી ગઇ છે ત્યાં. બહારથી એના બાપ પઠાણ વિશેની બધી માહિતી ભેગી કરવા માટે. અને પોતે અનોખીને બેંકમાં મૂકી, રાજની ઓફિસના સ્ટાફ તથા આજુબાજુના પરિસરમાં તપાસ કરવા લાગી જાય છે.
સાગર પઠાન બંગ્લોવ્ઝ પહોંચે છે. બાજુની સડક પર એક ચા ની લારીવાળા પાસે જઇને બેસે છે.
સાગર : ( ચા ની ચૂસ્કી લેતાં) ચાચા, યે પઠાન હૈ,વો સનકી હૈ ક્યા?
ચા વાળો : તુઝે ક્યા કામ હૈ ઉસસે?
સાગર : અરે કુછ ખાસ નહીં. વો અસ્મા મેરી દોસ્ત થી.પર બીચારી વો અબ નહીં રહી.
ચા વાળો : ( ગુસ્સામાં ) વો ઉસકા બાપ હી ખૂની હૈ સાલા...
સાગર : અરે ચાચા,શાંત ઐસા ક્યૂં બોલ રહે હો?
ચા વાળો : અરે,ઐસા ના બોલું તો ક્યા બોલું?
હીટલર હૈ એક નંબર કા.
સાગર: ( ચઢાવતા) ક્યા બાત કર રહે હો?
ચા વાળો : હાઁ સચ્ચી, દો બેટીયાં થી,મગર ઉસે તો બેટા ચાહીયે થા. બહોત શકી થા,
સાગર : (બનાવટી આશ્ચર્ય સાથે) અચ્છા!!!
ચા વાળો : તો ફિર...અગર વો ઝિંદા હોતી ઔર ઉસકે બાપ કો પતા ચલતા ના કી તૂ ઉસકા દોસ્ત હૈ,તો અબ તક દસ બાર યહાં આકે ગયા હોતા વો.
સાગર : ઓહો!! સચ મૈં?
ચા વાળો : અરે ક્યા બોલું મૈં, જો ઉસકી
બડી બેટી થી ના? વો ઐસે હી પરેશાન હો કર કોઇ દૂસરે કે સાથ ભાગ ગઇ.
સાગર : ફીર??
ચા વાળો : ફીર ક્યા થા... બીચારી છોટી બેટી પર ઉસકા અસર પડા.
સાગર : કૈસે?
ચા વાળો : અરે,બાત બાત પે ઉસે તાને મારતા થા કી," તૂ ભી તેરી બહેન કે જૈસે મેરા નાક કટવાયેગી."
સાગર : યે તો ગલત હૈ...
ચા વાળો : તભી તો વો મર ગઇ ના...
સાગર : યે તો બહોત બુરા હુવા... ચલો શુક્રિયા. આપ સે બાત કરકે અચ્છા લગા. ચલતા હું...
ચા વાળો : અચ્છા, જય રામજી કી...
સાગર થોડે દૂર જઇને પ્રિતમને કોલ કરે છે.
પ્રિતમ અનોખી સાથે બેઠો હોય છે.
પ્રિતમ : (અનોખી થી દૂર જઇને) હેલ્લો.
સાગર : (ઉત્સાહપૂર્વક ) ભાઇ,પઠાની કુંડળી મળી ગઇ છે.
પ્રિતમ : (વાત ટાળતા -ખૂબ જ ધીમા સ્વરે ) અનોખી બાજુમાં છે, કાલે સવારે મળીએ.
અનોખી : (જોરથી ) કોણ છે ફોન પર?
પ્રિતમ : ( અનોખી તરફ જોઇને) અરે આપણો સાગર છે,અત્યારે એની ત્યાં બોલાવી રહ્યો છે,
(ફોનમાં) ચલ બાય..
સાગર : (સમજીને) હા ઓકે ભાઇ.. સવારે મળીએ,બાય..
પ્રિતમ ફોન મૂકીને અનોખી પાસે આવે છે. બન્ને એકબીજાના સાનિધ્યમાં રાત ગાળે છે.
સવાર પડતાં જ પ્રિતમ તૈયાર થઇ ને સાગરને મળવા જવા નિકળે છે.
પ્રિતમ : હું સાગરને મળવા જઇ રહ્યો છું.
અનોખી : ( ટીવી જોતાં ) કેમ આટલું વહેલાં?
પ્રિતમ : એને થોડું જરુરી કામ છે એટલે.
અનોખી : (રીમોટથી ચેનલ બદલાવતા) ઓહ!
પ્રિતમ : આજે કેબ બુક કરીને બેંકમાં જજો, વળતાં હું પીક્ અપ કરી લઇશ.
અનોખી : હા,ભલે...
ત્યાં તો ન્યૂઝ ચેનલ પર સમાચાર આવે છે, "આજે અડધી રાત્રે શહેરના નામચીન ડિસ્કો ક્લબમાં ડ્રગ્સ વેચતા ૩ લોકોને પોલીસે રંગેહાથ પકડી પાડ્યા છે"
અનોખી : (ઝાટકાભેર ઉભી થઇને) અરે આ તો આપણો "સાગર" છે.....
(....... ક્રમશઃ......)