૨૧ દિવસ લોક ડાઉન ના
એકવીસ દિવસ નો
ગૃહવાસ ભલે કોરોના કહેર
થી મળ્યો છે!
અને તેની મુદત વધી પણ
ગઈ!
પણ એક દિલથી સાચી કબૂલાત
કે એકવીસ દિવસ માં
પરિવાર ના સતત સહવાસ થી
દરેક વ્યક્તિ ના
વાણી , વર્તન અને લાગણી માં
અદ્ભુત પરિવર્તન
થઈ ગયું.
ઘરના દરેક કાર્ય દરેક
વ્યક્તિ કરી શકે છે!
સહકારી મંડળી ની
માફક દરેક કાર્ય બધા
વચ્ચે વહેંચાય જાય છે!
દરેક સભ્ય પોતાનું કાર્ય
પૂરું કરી બીજાને મદદ પણ
કરે છે!
જમવાના કે ચા ના સમય પર
બધા હાજર હોય છે!
કદાચ શરૂઆતમાં
કોઈ ઘરમાં નોક જોક
થઈ હોય!
લેકિન , કિન્તુ અને
પરંતુ
માનવું પડે , સ્વીકારવું પડે
કે મલ્ટી ટાસ્ક
કાર્ય શક્તિ, ઈચ્છા શક્તિ
ફકત સ્ત્રી માં હોય છે!
માતા , બહેન , ભાભી
કે પત્ની ને તમે ૨૧ દિવસ
દરમિયાન જીવંત પ્રસારણ
રૂપે જોયા ને?
લોક ડાઉન ની અવધિ વધી
છે,અમુક ખરાબ આદત
છૂટી ગઈ!
નવું નવું ઘણું શીખ્યા
અમને ૯૫ % મળ્યા,
અમે સ્ત્રી શક્તિ ને
સો % નું પ્રમાણપત્ર
અર્પણ કર્યું.
તમારા કેટલા % આવ્યા?
અનિલ ભટ્ટ