પતિ કહે પત્ની ને સૂઈ જા
ચા હું મુકી દઈશ
આંખો પહોળી થઇ પત્નીની આશ્ચર્યથી
દિકરી કહે મમ્મીને
આજની રસોઈ હું બનાવીશ
હરખાય માં ની આંખો આશ્ચર્યથી
દિકરો કહે દાદા ને
દાદા તમારા પગ દબાવી દઉં
વહાલ ઉપજ્યુ દાદા ને આશ્ચર્યથી
દિકરી કહે દાદી ને
ચાલો રામાયણ મુકી દઉં
દુખણા લીધા દાદી એ આશ્ચર્યથી
બદલાઈ ગયેલા માહોલ ને
જોય પપ્પા રાજી થાય
હર્ષાશ્રુ થી આંખો ઉભરાય
નવરાશની પળોમાં સૌ
સાથે મળીને છકડી રમે
બહાર રાહ જોતો જોતો કોરોના મુંજાય
રામરાજ્ય છે મોદી ના રાજમાં
લક્ષ્મણ રેખા જો ઓળંગે તો
રાવણ (કોરોના) બળીને ખાક થાય.
લક્ષ્મણ રેખા કોઈ એ ઓળંગી નહીં
આથી થાકી હારી કોરોના ભારત છોડી
આખી દુનિયામાં અહો આશ્ચર્યમ થાય.
#આશ્ચર્ય