અનોખીપ્રિત - ૭
(પ્રિતમ મેસેજ જુએ છે તો... પાછી નવી ક્લીપ... "જેમાં અનોખી ટ્રાયલ રુમમાં કપડાં બદલી રહી છે..." હવે આગળ...)
આ જોઇને પ્રિતમનો ગુસ્સો સાતમા આસમાન પર જતો રહે છે... અને જોરથી બરાડે છે," યૂ બાસ્ટર્ડ..." અને ફુલ્લી સ્પીડમાં કાર દોડાવી મૂકે છે... ઇનોર્બિટ મોલની સામે રોડ પર જ ગાડી રોકી અને દોડીને રોડ ક્રોસ કરી સીધો મોલમાં પહોંચ્યો. સામે રાજ ઉભો છે...
પ્રિતમ : હેય રાજ... અનોખી ક્યાં છે???
(ત્યાં તો અનોખી શોપિંગ બેગ્સ પકડીને આવતી દેખાણી)
રાજ : આ શું આવી રહી છે.
પ્રિતમ: તું એને લઇને જલ્દી કારમાં બેસાડ. અને એનો ફોન ક્યાં?
રાજ : એ એની પાસે જ છે...
( અનોખી આવી પહોંચે છે )
અનોખી : આ શું ખુસુર - ફુસુર કરી રહ્યા છો બંન્ને?
પ્રિતમ : (એની વાતને ધ્યાન ના દેતાં,ચિંતાથી) ફોન ક્યાં છે આપનો? ફોન આપો...
અનોખી : કેમ??
પ્રિતમ : (ગુસ્સાથી ) અરે આપોને યાર... બધી વાતમાં શું? કેમ? કરવું જરુરી છે કે....? ફોન આપો અને રાજ સાથે જઇને કારમાં બેસો...
અનોખી : (સહમીને) હા.. ઓ... કે...
અનોખીએ આ પહેંલા પ્રિતમનું આવું ઉગ્ર સ્વરુપ કદીયે નહોતું જોયું... અનોખી ફોન આપીને રાજ સાથે કાર તરફ જાય છે,પ્રિતમ મોલની અંદર જઇને ક્લોથ ડિપાર્ટમેન્ટ તરફ જાય છે. ત્યાંના બધાં જ ચેન્જિંગ રૂમ તપાસી લે છે. પણ છુપા કેમેરા જેવું કંઇજ મળતું નથી.આ બધું કરતાં ખૂબ હૂઆપોહ થાય છે. મોલના મેનેજર સાથે પ્રિતમ રીતસર ઝગડી પડે છે. વાત પોલીસ બોલાવી પડે ત્યાં સુધી વણસી જાય છે,પરંતુ અંદર થયેલો ઝગડો રાજ અને અનોખી જોઇ જાય છે. બંન્ને દોડતા આવે છે,અને પરિસ્થિતિને થાળે પાડે છે.
બહાર આવી પ્રિતમ રાજને એ નંબર આપે છે,જેના પરથી MMS આવ્યો હતો. અને એ નંબરની માહિતી કઢાવવાનું કહે છે. રાજ એમના કોલેજ ટાઇમ મિત્ર સાગરની યાદ અપાવે છે.
રાજ : ભાઇ,આપણો સાગર છે ને એ સેલફોન નેટવર્ક કંપનીમાં જોબ કરે છે.
પ્રિતમ : અરે હાઁ યાર.. એ તો યાદ જ ના આવ્યો.
રાજ : હું એની પાસે જઇને એ નંબરની બધી વિગત કઢાવું છું.
પ્રિતમ : હા,જલ્દી જા. અને કામ પુરું કરીને મને જાણ કર.
રાજ : ઓકે બ્રો...
(રાજના જતાં જ અનોખી પ્રિતમ પર વરસી પડે છે.)
અનોખી : શું છે આ બધું??? કેમ ઝગડો કર્યો?
પ્રિતમ : ( વાત ટાળતા ) કંઇ જ નઇ..
અનોખી : (ગુસ્સામાં ) મારાથી હવે ના છુપાવો.
જે છે એ જણાવો. અને હાઁ,પહેંલા તો મારો ફોન પાછો આપો.
પ્રિતમ : ( સમજાવે છે ) વાત સમઝો તમે.. બધું બરોબર થઇ જશે.
અનોખી : (એજ ખુન્નસમાં) ફોન....
પ્રિતમ : (ફોન આપીને ) મારી સાથે મારા ફ્લેટ પર ચાલો.
અનોખી : ઓ ગોડ!!!પહેલા પુરી વાત કરો...
હવે પ્રિતમને કહ્યા સિવાય કોઇ છૂટકો નથી. એ અનોખીને સમીપ લે છે,અને બંન્ને વિડિયો ક્લીપ બતાવે છે. અનોખીની હાલત "કાપો તો લોહી ના નિકળે " એવી થઇ જાય છે.ધરતી માઁ જો જગ્યા આપે તો તત્ક્ષણ સમાઇ જાઉં,એવી અનુભૂતિ થાય છે. બસ રડવા લાગી જાય છે.
પ્રિતમ : ( આલિંગન આપીને) વધુ વિચારજો નહી,હું બધું ઠીક કરી દઇશ,આપણે અહિંયાથી ખૂબ દૂર ચાલ્યા જઇશું.
અનોખી : (હિબકાભેર) હું જ કેમ? મારી સાથે જ આવું..... (વાક્ય અધુરું રહે છે )
પ્રિતમ : (સાંત્વના આપતાં ) હું એ નરાધમ ને નહી છોડું. બસ આપ હિંમત ના હારશો,બી સ્ટ્રોંગ- બી- પ્રેક્ટિકલ.. ભાવનાઓને પોતાના પર હાવી ના થવા દેજો..
અનોખી : (રડતાં રડતાં ) કેવી રીતે???શું હિંમત રાખું? આ વિડિયો ક્લીપ ક્ષણ ભરમાં એક એક હાથમાં હશે,કઇ રીતે બધાંનો સામનો કરવો?
પ્રિતમ : હિંમત તો દાખવવી જ પડશે. ગુનેગાર તો આ કૃત્ય કરનાર છે ને...?
અનોખી : (વાત બદલતા ) મને હોસ્ટેલ મૂકી દેશો,પ્લીઝ....
પ્રિતમ : (ડરીને ) ના... હું તમને એકલી નહી મૂકું.
અનોખી : પ્લીઝ... મારે એકાંત જોઇયે છે. અને ડરો નહીં... હું કંઇ આત્મહત્યા નથી કરવાની.
પ્રિતમ : જાણું છું કે આપ હિંમતવાળા છો. પરંતું આજે પરિસ્થિતિ અલગ છે. મને આપનાથી દૂર ના કરો પ્લીઝ...અને મારા ફ્લેટ પર ચાલો...
અનોખી : (હવે આ નહીં માને એમ સમજીને) ચાલો,પણ મને શાંત વાતાવરણ જોઇએ છે.
પ્રિતમ : હું એનું પુરતું ધ્યાન રાખીશ કે આપને કોઇ ડિસ્ટર્બ ના કરે.
અનોખી : ઠીક છે.
બંન્ને ફ્લેટ પર આવે છે, ૪-૫ કલાક પસાર થઈ જાય છે. અનોખી એકદમ નોર્મલ વર્તાવ કરે છે. જાણે કંઇ બન્યું જ ના હોય તો. આ જોઇને પ્રિતમનું મન શાંત થાય છે,અને અનોખીની ચિંતા ઓછી થાય છે. એટલામાં સાગરનો કોલ આવે છે.
સાગર : હેય બ્રો...
પ્રિતમ : હા, સાગર... બોલ...
સાગર : તેં જે નંબર મોકલાવ્યા છે એની બધી વિગત મળી ગઇ છે. કોઇ છોકરીના નામે નંબર રજીસ્ટર્ડ છે, નામ છે અસ્મા ખાન. પઠાન બંગ્લોવ્ઝ,ડોંબીવલી.
પ્રિતમ : ( બધી વિગત ઉતારીને) થેંક્યુ વેરી મચ સાગર...
સાગર : હા એ બધું મૂક અને આપેલા સરનામે જા.
પ્રિતમ: હા ઓકે... બાય...
ફોન મૂકીને અનોખીને કહે છે,
પ્રિતમ : એ હરામખોરની વિગત આવી ગઇ છે.
આપ આરામ કરો,હું એની ખબર લેતો આવું છું.
અનોખી : હા... જલ્દી આવજો...
પ્રિતમ ગાડી દોડાવી મૂકે છે મળેલા સરનામે.
બે કલાકે શોધતાં શોધતાં સરનામે પહોંચ્યો.
આલીશાન બંગલો છે,ગેટ બંધ છે. પ્રિતમ બહારથી જ ચિલ્લાવે છે...
પ્રિતમ : અસ્મા... ઓ અસ્મા... બાહર નીકલ... (શ્લોક ) અસ્મા ખાન... બહાર નીકલ...
(કોઇ બહાર આવતું નથી... પ્રિતમ ગેટ ખોલીને અંદર ઘૂસી જાય છે. મેઇન ડોર પર પહોંચીને જોર-જોરથી દરવાજો ખખડાવે છે." અસ્મા બાહર નીકલ " અંદરથી એક વૃદ્ધ પઠાન બહાર આવે છે,અને અહિંયા કોઇ અસ્મા નથી એમ કહીને દરવાજો બંધ કરવા જાય છે ત્યાં પ્રિતમ જબરજસ્તી અંદર ઘૂસી જાય છે. અને અસ્મા ના નામની બૂમો પાડે છે. પઠાન નોકરો ને બોલાવે છે. અંદરથી ચાર -પાંચ નોકરો આવી પ્રિતમને પકડીને બળપૂર્વક ગેટની બહાર લઇ જઇને,રોડ પર ફેંકી દે છે.
પ્રિતમ: મેં છોડુંગા નહીં વો ચૂડેલ કો... અસ્મા... બહાર આ... મેં તુમ સબકો દેખ લૂંગા....એક લડકી હોકર દુસરી લડકી કી ઇજ્જત સે ખેલતી હૈ... વિડિયો બનાતી હૈ... હરામી...
નોકર : (ગુસ્સામાં) અબે,જ્યાદા ચિલ્લા મત,ક્યા જાનતા હૈં અસ્મા બેબી કે બારે મેં?
પ્રિતમ : (બમણા ગુસ્સામાં ) બેબી...??। અરે સાઇકો હૈ સાઇકો... માર દૂંગા મૈં ઉસકો.. બાહર નીકાલો...
નોકર : ( ગુસ્સામાં ) અરે સાલે, મરી હુઇ કો તુ ક્યા મારેગા??? ૬ સાલ હો ગયે અસ્મા બેબી કો મરે હુવે... ચલ ભાગ યહાં સે... પાગલ કહીંકા...
આટલું બોલી ગેટ બંધ કરી બધા અંદર જતા રહે છે. પ્રિતમ એકદમ સ્તબ્ધ બની ત્યાંજ રસ્તા પર ફસડાઇ ગયો. અને અનોખીને કોલ કરે છે.
હોલના ફર્શ પર પડેલા ફોનની સ્ક્રિન ચમકે છે,ડિસ્પ્લે પર " પ્રિત કોલિંગ" આવી રહ્યું છે,માથે લટકતા હાથની નસમાંથી રકતધારા વહી રહી છે, નીચે લોહીનું ખાબોચીયું ભરાયેલું છે.....
(..... ક્રમશઃ....)