અનોખીપ્રિત - ૬
( ફોન પર આવેલી વિડિયો ક્લીપ જોતાં જ પ્રિતમ અનોખીને કોલ કરે છે... હવે આગળ...)
પ્રિતમ : (રિંગ વાગી રહી છે ) ફોન ઉપાડ યાર...
અનોખી : હેલ્લો...
પ્રિતમ : ક્યાં છો?
અનોખી : જોબ પર...
પ્રિતમ : બાજુમાં કોણ છે?
અનોખી : અરે પણ થયું શું છે?
પ્રિતમ : (અધીરાઇ થી) અરે બોલને યાર...
બાજુમાં કોણ છે??
અનોખી : સ્ટાફ છે..
પ્રિતમ : ત્યાંજ રહેજો, હું હમણાં જ આવું છું લેવા માટે...
અનોખી : (ગભરાઈને) શું થયું છે જાનું..? પ્લીઝ બોલોને?મને ડર લાગી રહ્યો છે...
પ્રિતમ : ( શાંત્વના આપતા) અરે કંઇ થયું નથી.
બસ આમ જ... આજે શોપિંગ કરાવવાની ઇચ્છા છે...
અનોખી : (શાંત થતાં ) ઓહ!! શું તમે પણ... આવો પછી વારો પાડું,નાહકની બીવડાવી દીધી.
પ્રિતમ : બાય... ટેક કેયર...
પ્રિતમ થોડું વિચારીને રાજને કોલ કરે છે.
રાજ : (ફોન રીસીવ કરતાં) યસ બ્રો...
પ્રિતમ : અરે યાર ક્યાં છે તું અત્યારે??
રાજ : ડાન્સ ક્લાસમાં છું... બોલને બ્રો શું કંઇ કામ છે???
પ્રિતમ : હા, પણ એકદમ સિક્રેટ છે. કોઇને કાનો-કાન ખબર ના પડવી જોઇયે...
રાજ : હા ભાઇ...કામ બોલને...
પ્રિતમ : અરે કોઇ હરામખોરે અનોખીનો MMS બનાવ્યો છે.
રાજ : ( ચોંકીને) શું વાત કરે છે..!!!???
પ્રિતમ : હા યાર... એજ તો... હવે શું કરવું કંઇ સમજાતું નથી યાર...
રાજ : અનોખીને વાત કરી?
પ્રિતમ : ના નથી કરી... યાર જો એને ખબર પડી જાય... અને ના કરવાનું કરી બેસે તો???
એ અત્યારે જોબ પર છે. અને એની પાસે જ જઇ રહ્યો છું...
રાજ : ભાઇ,તમે પહેંલાં પોલીસ કમ્પ્લેઇન કરો..
પ્રિતમ : હા ઠીક છે... તું અનોખી પાસે પહોચ.
અને એને લઇને ઇનોર્બિટ મોલમાં આવ. હું પોલીસ સ્ટેશન જતો આવું.
રાજ : હા ભાઇ... હમણાં જ જાઉં છું...
(રાજ અનોખીને લેવા બેંક જાય છે અને પ્રિતમ પોલીસ સ્ટેશન પહોંચે છે.)
ચોકીમાં પહોંચતાં જ પહેલાં એક કોન્સ્ટેબલે પ્રિતમને રોક્યો...
કોન્સ્ટેબલ : (વટથી ) તેરા ક્યા હૈ રે...?
પ્રિતમ : (જરા ખચકાટથી)સર, કમ્પ્લેઇન લીખાના હૈ.. કોઇ લેડી ઓફિસર હૈ ક્યા?
કોન્સ્ટેબલ : ક્યા હૈ રે... "હમ લોગ ક્યા ઝક મારને કો બૈઠે હૈ ક્યા?" ક્યા હુવા હૈ? બોલ??
પ્રિતમ : પ્લીઝ સર... લેડીસ કા મેટર હૈ..
કોન્સ્ટેબલ : જા અંદર મૈડમ બૈઠી હૈ... ઉસકે પાસ જા..(બૂમ પાડીને : ઓ મૈડમ તુમ્ચ્યા કેસ આલા... બઘા જરા..)
પ્રિતમ : (અંદર જઇને) મેમ, એક કમ્પ્લેઇન લીખાની હૈ...
લેડી ઓફિસર : યહાં પર લોગ પાર્ટી કરને કો આતે હૈ ક્યા? ક્યા હુઆ બોલ જલ્દી??
પ્રિતમ : મેમ, કિસીને મેરી ફ્રેન્ડ કા ગલત MMS બનાયા હૈ...
લેડી ઓફિસર : (ગુસ્સામાં ) અરે યે તો સાઇબર ક્રાઇમ હૈ... વો બાજુ કેબીન મૈં સાબ હૈ ઉનકો મીલો...ફાલતુ કા ટાઇમ વેસ્ટ કર દીયા...
( પોલીસના આવા વલણથી પ્રિતમ તો એકદમ ડઘાઇ જ જાય છે... આવા દ્રશ્યની તો એણે કદિયે કલ્પનાય નહોતી કરી... તેમ છતાંય હિંમત કરીને બાજુની કેબીનમાં જાય છે.)
પ્રિતમ : સર મુઝે એક કમ્પ્લેઇન લીખાની હૈ.
ઇન્સ્પેક્ટર : ક્યા હુઆ? ક્યા મેટર હૈ?
પ્રિતમ : સર કીસીને મેરી ફ્રેન્ડ કા ગલત MMS બનાયા હૈ...
ઇન્સ્પેક્ટર : યેચા, આઇલા... જબ સે સ્માર્ટ ફોન આયા હૈ ના..તબ સે યે કાંડ રુકને કા નામીચ નહી લે રહા.. રોજ પચાસ નયે કેસ આતે હૈ ઐસે...
પ્રિતમ : સર કુછ કરો ના પ્લીઝ...
ઈન્સ્પેક્ટર : આજ કલ યે લડકીયાં ભી ના... ક્યા બોલું મૈં અબ તેરે કો...
પ્રિતમ : સર મેરી ફ્રેન્ડ વૈસી નહીં હૈ... કીસીને મુઝે બ્લેકમેઇલ કરને કે લીયે યે સબ કીયા હૈ...
અગર મેરી ફ્રેન્ડ કો ઇસકે બારે મૈં પતા ચલા તો બદનામી કે ડર સે સુસાઇડ કર લેગી...
ઇન્સ્પેક્ટર : તુ બહોત જ્યાદા સોચ રહા હૈ રે...
ટેન્શન મત લે.. એક દો દિન યે સબ ચલેગા ફીર કૌન કીસકો પૂછતા હૈ?
પ્રિતમ : ( કરગરીને) પ્લીઝ સર આપ ઇસે સિરિયસ લેં ઔર કેસ ફાઇલ કરકે જલ્દ સે જલ્દ એક્શન લે.
ઇન્સ્પેક્ટર : ક્યા રે!!! સમજ મૈં નહીં આતા ક્યા તુઝે? યે સબ ઈતના આસાન હૈ? ઇસકે લીયે સબૂત લગતે હૈ... ( ખંધું હસીને) ક્યા તેરે પાસ હૈ ક્યા વો વિડિયો ક્લીપ?
પ્રિતમ : (મનમાં : સાલાઓ કેટલા હરામી છે? કોઇની જિંદગી બચાવવામાં કે પોતાની ડ્યૂટીમાં રસ નથી, આને તો ફક્ત પેલી બિભસ્ત વિડિયો ક્લીપ જોવામાં રસ છે...)
વો તો મૈંને ડિલિટ કર દી સર...
ઇન્સ્પેક્ટર : (ગુસ્સાથી ) તો ક્યા ફાલતુ મૈં સીન બના રહા હૈ?? સબૂત લેકે આ બાદમેં કમ્પ્લેઇન લીખેંગે... જા...
પ્રિતમ નિરાશ થઇને બહાર આવે છે.. હવે શું કરવું એ કંઈ સમજાતું નથી... રાજને કોલ કરે છે...
રાજ : હેલ્લો..
પ્રિતમ : ક્યાં છો તું? અનોખી મળી??
રાજ : હું ઇનોર્બિટ મોલમાં છું અને અનોખી પણ મારી સાથે જ છે. એ અંદર ડ્રેસ લઇ રહી છે.
પ્રિતમ : તું એનું ધ્યાન રાખજે.. અને હાઁ એનો ફોન લઇ લે, એની પાસેથી...
રાજ : ભાઇ પણ હું કેવી રીતે..
પ્રિતમ : ( વચ્ચે અટકાવીને) એ મને નથી ખબર... તું બસ એની પાસેથી ફોન લઇ લે...
રાજ : હું ટ્રાય કરું છું બ્રો...
પ્રિતમ : ( આદેશ પૂર્વક) ટ્રાય નહીં... કોલ કરવાને બહાને લઇ જ લેજે એની પાસેથી ફોન...અને હાઁ એનું ખુબ જ ધ્યાન રાખજે. નજરથી દૂર ના થવા દઇશ.
રાજ : ( સાંત્વના આપતાં ) હા ભાઇ આપ ચિંતા ના કરો. આપ આવો જલ્દી બસ...
પ્રિતમ : હા ભલે... ચલ હું રસ્તામાં જ છું... બાય...
જેવો પ્રિતમ ફોન મૂકે છે કે,ત્યારે જ કોઇ અનનોન નંબર પરથી આવેલ મેસેજ ટ્યૂન સંભળાઇ... ટ્યૂટુટ... ટ્યૂટુટ..
પ્રિતમ મેસેજ જુએ છે તો... પાછી નવી ક્લીપ... "જેમાં અનોખી ટ્રાયલ રુમમાં કપડાં બદલી રહી છે..."
(.....ક્રમશઃ....)