જયારથી આ કોરોના વાયરસ ભારતમાં આવ્યો છે ત્યારથી તે અત્યાર સુધી મારા મન ઉપર એક જ વિચાર ભમતો હતો..
વિચાર એ હતો કે આ કોરોના વાઇરસ ફકત મનુષ્યને જ કેમ થાયછે, આ હરતા ફરતા પ્રાણી પશુંઓને કેમ થતો નથી! તેઓ પણ આમ તેમ ગમે ત્યાં ફરેછે સાથે સાથે તેઓ મનુષ્યના સંપર્કમાં પણ વારંવાર આવેછે
તો તેમને કેમ નથી થતો!
પણ આજ જાણવા મળ્યું કે હવે પ્રાણીઓ પણ આ વાયરસથી નહી બચી શકે!
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા એક ઝુમાં પાળેલા એક વાઘને પણ કોરોના થયો..ને તેનુ કારણ પણ જાણવામાં મળ્યુ કે તે ઝુમાં કામ કરતો એક કર્મચારી આ વાયરસથી ચેપી હતો
તો સ્વાભાવીક છે કે તે કર્મચારી વાઘની કાળજી રાખવા માટે તેની પાસે વારંવાર નજીક જતો હોય..
તેથી તે કર્મચારીના છીંક અથવા ઉદરસના છાંટા જરૂર વાઘ ઉપર ઉડયા હશે!
ને હવે આપણી ભારત સરકાર પણ કહેવા લાગી છે કે દરેક જણે પોતાના ઘરમાં પાળેલા પ્રાણી કે પક્ષીને પણ વાયરસથી સાચવવા હવે જરુરીછે.