ભૈ કોરોના વાઇરસના આ ગંભીર લોકડાઉનમાં ઘણા બધા કિસ્સા અજબ ગજબના મિડીયા ઉપર આવતા હોયછે...🤔
આમાંનો એક કિસ્સો જરાક એવો છે કે કોઇ એક સ્થળે એક બહેન(માજી) ગુજરી ગયા આમેય તે ઘણા સમયથી બિમાર હતા પોતે એકલા હતા આગળ પાછળ કોઇ હતું નહી તે જાતે બનાવીને ખાઇ લેતા હતા અથવા આજુબાજુના કોઇ કંઇક આપે તો તે ના કહેતા નહીં
પણ એક દિવસ આ બહેનની તબિયત વધારે બગડી..કોઇ નજીક જાય નહી લોકોને એમ કે તેમને કોરોના થયો છે
અને એક દિવસ તેમનો સાચેજ જીવ ચાલ્યો ગયો છતાંય આજુબાજુના લોકો કોઇ તેમને સ્મશાને લઇ જવા તૈયાર થયા નહીં
પણ આજુબાજુમાં થોડીક મુસલમાનોની પણ વસ્તી હતી તેઓથી આ ના જોવાયું તો આમાંના અમુક પાંચ છ માણસો તેમને હિન્દુ વિધી પ્રમાણે સ્મશાને લઇ જવા આગળ આવ્યા પછી ચાર જણ ભેગા થઈ ને આ બહેનની અર્થી ઉપાડીને હિન્દુના સ્મશાને લઇ ગયા ને એક હિન્દુ વિધી પ્રમાણે તેમની દરેક ક્રિયા કરી!
જુઓ આમાં શીખવા જેવી બસ એક જ વાત છે કે સો મુસલમાનમાં એક મુસલમાન ખરાબ હોય તો એમ ના સમજવુ કે બાકીના બધા જ ખરાબ હશે.
ભગવાન કે અલ્લાહ હોય પણ તેમને દરેક માણસના દિલમાં દયા લાગણી પ્રેમભાવ ને મમતા જેવા થોડા ઘણા અંશો તો મુકેલા જ છે જે સમય આવ્યે સૈને દેખાય છે.👏