Quotes by Tejendra Zala in Bitesapp read free

Tejendra Zala

Tejendra Zala

@tejendrazala195222


જય શ્રી કૃષ્ણ

કે મળ્યું ન પરત ફરવાનું
કારણ એકે
રસ્તામાં છું.........
ને એવું નથી કે થાક્યો નથી,
આપ્યું ન વિસામાને
ભારણ સહેજે
રસ્તામાં છું..........
ને ઢળી ચૂકી છે સાંજ
પક્ષીઓ માળામાં
ઢોરઢાંકર ખીલે
ને હું
રસ્તામાં છું..........

Read More

જય શ્રી કૃષ્ણ

એક પુસ્તક લખવાનો વિચાર આવ્યો,
ને પછી શબ્દોનો પણ વિચાર આવ્યો.

(👇😂😂 એટલે પછી માંડી વાળ્યું )

કણસતા શબ્દો મનોમન બબડી ઉઠ્યા,
કાશ..! પુસ્તક નેય બારી બારણાં હોત.

Read More

જય શ્રી કૃષ્ણ

આળસને દિલ દય બેઠો,
હાઇકુને હું નવલકથા કહીં બેઠો. 😂😂😂😂😂

આળસ પાસેથી આમ થોડું શીખવા જેવું તો ખરાં જ હો,
કોઇપણ જાતના બહારી સમર્થન વિના પણ વર્ષોથી હજી
એવીને એવી અડીખમ ઉભી છે,

એણે અંદરોઅંદર કેટલી હદે બધાને પોતીકા જાણીને રાખ્યા હશે, 😜😜😜😂😂😂😂😂😂😂😂😂😂

Read More

જય શ્રી કૃષ્ણ

દિવાળીની સફાઈનો લાભ તો થાય જ હો.
જૂના ફોટા હાથ લાગ્યા.

ખરેખર હુ અને મારો મિત્ર બચપણમા આટલા ક્યુટ હતા મને તો હજુ વિશ્વાસ જ નથી આવતો 👍😂😂😂

Read More

ll જય શ્રીકૃષ્ણ ll

શબ્દનો આલિશાન કિલ્લો,
ખંઢેરની જેમ ધરાશાયી થયો,

તેના અર્થની વિવિધતાના વૈભવને કોઈ બહુરૂપી કહીં છંછેડી ગયો.


- Tejendra Zala

Read More

સરળ થવું હવે કેટલું અઘરું થયું
વટવૃક્ષ જાણે બીજ થવા મથી રહ્યું,
- Tejendra Zala

જય શ્રી કૃષ્ણ

ગાલ પર જ સૂકાઈને વિલિન થઇ ગયા અમારાં અશ્રૃદેહ,
ને ટચસ્ક્રીન પર જ વ્હાલથી ફરતાં રહ્યા એમનાં ટેરવાં,

Read More

છોડીને જતી રહી જવાની જિંદગીની જે સુકાન,
ત્યાં ડોકિયું હવે ગઢપણ કરી રહ્યું છે.

-Tejendra Zala