ન પૂજા, ન પ્રાર્થના કરું છું.
મા તારા ચરણકમળમાં વંદન કરુ છું.
બીજાને તું બધું આપી દે,
હું તારા સ્મિતની રાહ જોતી હોય છું.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.
તારું દરેક આસું એ પીડાનો સમુદ્ર છે.
આમ નો રો મા તું દુનિયાની સામે,
તારું આંચલ મારા માટે તાકાત છે.
મા તું શું કામ રોતી હોય? હું છું ના.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.
મા તું શુદ્ધ ગીતા છે.
મા તું સીતાનું પાત્ર છે.
તારામાં ચારધામની યાત્રા છે.
તું મારી અનોખી મિત્ર છે.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.
મા તું રેવાનો શુદ્ધ પ્રવાહ છે.
મા તું ગંગાની મુકિતની ઘાર છે.
તું અંઘારામાં અજવાળું છે.
મા તારા ભઞવાનરુપી ચરણને વંદન.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.
#પગલું