રાજકોટમાં આવેલ એક કંપની નામે જ્યોતિ સી. એન. સી.માં સતત દશ દિવસની મહામહેનતે આ કંપનીઓના ટેકનિશિયનોએ એક વેન્ટીલેટર મશીન બનાવ્યું છે ને તેની તેમને વેચાણ માટે બજાર કિમત એક લાખ રુપીયા મુકી છે.પણ હાલ તેમને બનાવીને વેચવાનો કોઇ જ ઇરાદો નથી!
પણ હાલ ભારતદેશમાં આજ અજગરની જેમ ભરડો લેતા આ કોરોના વાઇરસને લીધે તેમને ભારત સરકારને ડોનેશન પેટે એક હજાર વેન્ટીલેટર બનાવીને ફ્રી આપવાની જાહેરાત કરી છે આથી હાલ આ વેન્ટીલેટર બનાવવાની તૈયારી જોરશોરથી ચાલી રહીછે.
કંપનીના માલિકનું નામ( દાતા) પરાક્રમસિંહ જાડેજાછે
આમેય આપણા દેશની વસ્તી પ્રમાણે હાલ આપણી પાસે આવા વેનટીલેટરો છે તે આ કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીએ તો તેની સંખ્યા ઘણી જ ઓછીછે તે ઉપરાન્ત, હાલ કોઇપણ દેશ આપણને આવી સ્થિતિમાં વેચાતા કે મફત આપે નહી કારણકે આજે આ વાયરસ દરેક દેશમાં ફેલાયોછે માટે દરેક દેશને આવા વેન્ટીલેટરની ખાસ જરુર પડતી હોય!
આપણા ભારતમાં આવા ઘણા જ દાનવીરોછે બસ તેમને પ્રજા માટે આગળ આવતા થોડોક સમય જ લાગે....