સુરેન્દ્રનગરમાં રહેતી એક નાની બાળકી જેનું નામ માહીછે તેને ઘણા સમય પહેલા તેના પપ્પાને એક વાત કરી હતી કે..
પપ્પા..પપ્પા મારે નાની સાયકલ જોઇએ છીએ..મને લાવી આપો ને...
આમ તો તેના પપ્પા ગરીબ પરિસ્થિતિમાં જીંદગી જીવતા હતા એટલે તેમને કોઇ આવી નવી ચીજ ખરીદવી તે તેમના ગજાની બહાર હતી
પણ એકની એક દિકરી પણ એક મીઠી જીદ્દ હતી એટલે તેના પપ્પા પણ દિકરીની માંગણી સામે લાચાર હતા..પછી પપ્પાએ તેને નજીક બોલાવીને પ્રેમથી સમજાવી કે બેટા મારી આવક ઓછી છે તેથી આવી મોંઘી સાયકલ લેવાના એટલા બધા પૈસા મારી પાસે નથી પરંતું હા એક કામ કર હું બજારમાંથી તારા માટે એક નાનો ગલ્લો લાવીશ તેમાં તને કોઇપણ પૈસા આપે કે મળે તે ખર્ચ કરવાને બદલે તે ગલ્લામાં નાખીને બચત કરજે ને જયારે પણ સાયકલ લેવા જેટલા પૈસા અંદર ભેગા થશે પછી ત્યારે તે પૈસાથી હું જરુર તને નવી સાયકલ લાવી આપીશ.
છોકરી જરા સમજુ હતી માટે પપ્પાની આ વાતને તે જલદી સમજી ગઇ
બસ એક દિવસ તેના પપ્પા બજારમાંથી એક નાનો માટીનો ગલ્લો લાવી દીધો ત્યારબાદ માહીએ પોતાને મળતા દરેક પૈસા તે ગલ્લામાં નાખવા લાગી આમને આમ ઘણા વરસનો સમય થઇ ગયો ને આ બાજું માહીને બચત કરવાની એક સારી ટેવ પણ પડી ગઇ એમ કહો કે તે નવી સાયકલ લેવાની પોતાની જીદ્ પણ લાંબા સમય પછી ભુલવા લાગી..
અત્યારનો સમય કોરોના વાઇરસની મહામારીનો માટે દરેક શહેરમાં ને ગામમાં જે હાલ દેશના સેવાભાવી માણસો હોયછે તે આજ પ્રધાનમંત્રી રાહત ફંડ નામે એક અભિયાન ચલાવી રહ્યા છે તે લોકો એક દિવસ આ માહીના ઘરે ફરતા ફરતા આવ્યા ને તેના પપ્પા પાસે ફંડની માંગણી કરી પણ તેના પપ્પાની સ્થિતી સારી ના હતી તેથી તેમને ના આપ્યા ને કહ્યુ માફ કરજો અમે એક ગરીબ પરિવાર છીએ
આ સાંભળીને પેલા માણસો આગળના મકાને જતા હતા તો ઘરની અંદર ઉભેલી માહીએ મોટેથી એક બુમ પાડી..અંકલ જી પાછા આવોને.
મારી પાસે પૈસા છે તો લેતા જાઓ
મે નાની સાયકલ લાવવા માટે થોડા ઘણા પૈસા બચાવ્યાછે ને હાલ હું જરા મોટી પણ થઇ ગઇ માટે મારે સાયકલ હવે નથી લાવવી.
બાજુમાં બેઠેલા તેના પપ્પા આ સાંભળીને જરા ગદ ગદ થઈ ગયા માહી દોટ મુકીને અંદરથી બચાવેલા પૈસાનો ગલ્લો બહાર લઇ આવી ને ભાગવા માટે તેના પપ્પા ને આપ્યો કારણકે તે માટીનો બનેલો હતો પછી તેના પપ્પાએ હાથમાં લઇ ને કોઇ ચીજથી ભાગ્યો તો અંદરથી પૈસા બહાર આવ્યા ને પછી ગણતરી કરી તો તેમાં એક હજાર ને પંદર રુપીયા જમા થયા હતા
આ દરેક પૈસા ભેગા કરીને માહીએ પોતાના હાથે જ પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા ને દાતા તરીકે તેનુ નામ નહી પણ તેના પ્રેમાળ પપ્પાનું નામ લખાવ્યું... વાહ દિકરી હોય તો આવી.
(ફોટો કાલ્પનિક છે)