બંધ બારી બંધ પડદો બંધ દરવાજો હતો
એમના ઘરમાં જવા ક્યાં કોઈ પરવાનો હતો
એટલે તોફાનના એંધાણ સમજે છે બધાં
ચો તરફ મારી ગઝલનો એક સન્નાટો હતો
આપ આવીને ગયાં હું ઓળખી પણ ના શકયો
મારી આંખે અણસમજનો સ્હેજ અંધાપો હતો
એજ સરસામાન જુનો કૈં નથી ઘરમાં નવું
છે શુકન ઘરમાં જ ચકલીનો નવો માળો હતો
મુક્તિની લાલચ બીજાને સાધુએ આપી નહીં
શું કરે એના જ માથે પાપનો ભારો હતો
કાચના ટુકડા બધાં હીરા થયાં મોતી થયાં
શું ગજબ "સાગર" નયનનો તેજ ચમકારો હતો
રાકેશ સગર, સાગર, વડોદરા