તમને યાદ છે પેલા મોદીજીના શબ્દો !
રવિવાર..નવ વાગે..નવ મિનિટ!
હવે આ બાબતે એક નવું જ છમકલું ટ્વીટર ઉપર બહાર આવ્યુ છે!
મહારાષ્ટ્રના એક ઉર્જા મંત્રી આ મોદીજીના નિવેદન જાણ્યા પછી એમ કહેછે કે જો ભારતની 130 કરોડ પ્રજા પોતાના ઘરમાં દરેક ઇલેક્ટ્રીક ચીજ જો એક સાથે જ બંધ કરી દેશે ને પછી નવ મિનિટે એક સાથે જ ચાલું કરી દેશે તો દેશની ઇલેક્ટ્રીક સિસ્ટમમાં કંઇ પણ ખતરારૂપ બની શકેછે..કોતો દેશની ઇલેક્ટ્રીક લાઇનો ઉપર તેની અસર થઇ શકેછે કો તો ઘરના ઇલેક્ટ્રીક વાયરોમાં પણ આગ લાગવા જેવું બની શકેછે.
ખરેખર આ વાત આપણે બારીકાઈથી વિચારવા જેવી છે જે કદાચ સાચી પણ પડે!
કારણ કે એકસાથે આખા દેશનો ટોટલી પાવર બંધ થાય ને પછી એક સાથે ચાલું થાય તો સ્વાભાવીક જણાય છે કે મંત્રીજીની વાતમાં કંઇક દમછે.
તેથી ઉર્જા મંત્રી તે નિવાળવા એટલે કે એવું ના થાય તે માટે પ્રજાએ શું કરવું જોઈએ તે આપણને જણાવે છે કે..
ઘરના દરેક પંખા, એસી, ફ્રીજ જેવા મોટા ઉપકરણો બંધ નહી કરવા, પણ માત્ર નાના ઉપકરણો જેવા કે બલ્પ, ટ્યુબ લાઇટ, ડેકોરેશન લાઇટ જ બંધ કરવી.
આવુ મોદીજીએ ચોખવટ કરીને બોલવું જોઇએ..કદાચ ભુલી ગયા હશે!
કંઇ વાંધો નહી, પણ આપણે તો જરા સમજદાર છીએ ને...