હે ઈશ્વર !
જણાય છે તારી જરૂરત આ શહેરમાં
તું ભરાઈ પડયો ક્યાંક બંધ દિવારમાં
થયો જે મજબુર એટલે તું યાદ આવ્યો
નહીં તો તારી ખબર છે ઘણી શહેરમાં
નથી કઈ કર્યા પાપ અહીં કોઈ ઓછા
ભરાય ઘડા તોજ યાદી લેવાય શહેરમાં
તારા બનાવેલાનો કર્યો કચ્ચરઘાણ, જે
માનવી બન્યો છે સ્વાર્થી કેવો શહેરમાં
જાણું છું એટલે જ બતાવી છે ઔકાત
ને હવે ત્રાહિમામ થયો માનવ શહેરમાં
પણ હવે તો થોભી જા હે ઈશ્વર ! આપ
મોકો ફરીને, ને દે વિરામ શહેર શહેરમાં
-પિયુષ કુંડલીયા