#Black_બૉકસ #Book_review
Author by parakh Bhatt
પીડાની પરિસ્થિતિમાં ધ્યેય નક્કી કરવું મુશ્કેલ હોય છે. કેમ કે તેમાં મર્યાદા ઘણી બધી હોય છે અને પીડામાં મનને એકાગ્ર, શાંત અને સ્થિર રાખવું એ એથી પણ વધુ મુશ્કેલ હોય છે. આ બધા થી વધુ મુશ્કેલ નક્કી કરેલા ધ્યેયને પકડી રાખવું હોય છે. પરખ એ પોતાનું નક્કી કરેલું ધ્યેય પકડી રાખ્યું અને પીડાની પરિસ્થિતિ એક ખુબસુરત પ્રસંગ બનીને આજે ઊભી છે. જેમાં તેઓ એકલા નથી, તેમનો વિશાળ વાંચન વર્ગ પણ છે. જેને આ પ્રસંગનો આનંદ એટલો જ છે.
Black બૉકસ પુસ્તક વાંચતી વખતે મનમાં ઘણા ભાવાર્થ ઉત્પન્ન થયા જે પુસ્તક આગળ ( છેલ્લે સુધી) વાંચવા માટે પુરતા છે. તેમાંના થોડા ભાવાર્થ હું અહીં કહ્યા વગર નહીં રહે શકું.
- આશ્ચર્ય થયું ગરિબોની સંપત્તિ વિશે જાણીને, તો દુ:ખ પણ થયું લાઈગર અને ટાઈગન વિશે જાણીને કે આપણું વિજ્ઞાન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, અને સ્પર્શની તો વાત જ શું કરવી. દિલમાં કરુણા ઉત્પન્ન કરી પણ એક વાત છે કે જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક દ્રષ્ટિએ જીવન કેમ જીવવું એ સ્પર્શ પાસે થી શીખવા મળ્યું.
બસ વધારે નહીં કહું ' વાંચન પ્રેમી' છો તો આ પુસ્તક જરૂર વાંચો. માહિતી સભર છે. Black બૉકસ પુસ્તક માં તમને બધાને એક વાત જરૂર દેખાશે એ છે પરખ નું ' સંશોધન કાર્ય'.
અત્યારે ટેકનોલોજીની દુનિયા માં માહિતી થી માહિતગાર રહેવા માટે ૧ મીનીટ પણ લાગતી નથી. પણ માહિતી વિસ્ફોટમાં સાચી અને ઉપયોગી માહિતી મેળવવી અથવા સાચી છે કે ખોટી એ નક્કી કરવી મુશ્કેલ છે. સવાર થી સાંજ સુધી માં એટલા ન્યુઝ પેપર છપાય છે કે તેમાંથી સાચી અને ઉપયોગી માહિતી મેળવવી મુશ્કેલ બની જાય છે. ક્યું ન્યુઝ પેપર યા લેખક સાચી અને ઉપયોગી માહિતી પુરી પાડશે એ જોવું રહ્યું. આમા કટાર લેખક પરખ ભટ્ટ ના લેખ Sorry સંશોધનાત્મક લેખ એટલે સાચી અને ઉપયોગી માહિતી.
Black બૉકસની પ્રસ્તાવનામાં સાંજ સમાચારના તંત્રી કરણ શાહે કહ્યું છે કે પરખ રિસર્ચ અને એનાલિસિસમા પોતાનો સમય ખર્ચ છે અને કલાકોની મહેનત બાદ લેખ પુરાવા સાથે તૈયાર કરે છે. જે પરખ ના લેખ વાંચન પરથી દેખાય છે. તો કરણ સર તમને એક વિનંતી છે મારી અને સાચી, ઉપયોગી માહિતી મેળવવા સાથે કંઈક લખવા માંગતા લોકો માટે તમે પરખ નું એક ઇન્ટરવ્યુ લો અને અમારી સાથે શેર કરો કે રિસર્ચ અને એનાલિસિસમા સાથે લેખ કેમ તૈયાર કર્યા એની માહિતી આપો.