સુરત એટલે કે ગુજરાતનું બીજા નંબરનું મોટું ને વિકાસશીલ શહેર...
આ સુરતમાં વરસોથી હિરાઘસુનો ઉધોગ ચાલી રહયોછે આજે દેશમાં વિદેશમાં જતા રંગબંરંગી હિરા જે આ સુરત શહેર નિકાસ કરેછે.
ત્યારપછીનો બીજો ઉધોગ હોય તો તે પાવરલુમ્સ એટલે સ્ત્રીઓને પહેરવામાં આવતી રંગબંરંગી વસ્ત્ર એટલે કે સાડી..
ખાસ કરીને આ બંન્ને ધંધામાં કામ કરવા કામદારોની જરુર પડેછે
ને તે કામદારો ઉતરપ્રદેશ, ઓરીસ્સા, રાજસ્થાન, ને બિહાર જેવા રાજયોમાંથી પોતાની રોજગારી માટે અહિ સુરતમાં આવેછે પહેલા એકલ લોકલ આવેછે પછી પોતે સેટ થયા પછી પોતાના ફેમીલીને શહેરમાં બોલાવી લેતા હોયછે.
પરંતુ ગયા મહિને આખા દેશમાં કોરોના વાઇરસથી જે લોકડાઉનની સ્થિતિ પેદા થઈ છે તે આવા લોકો માટે તો એક મોટી સમસ્યા ઉભી કરી કહેવાય!
કારણકે ફેકટરીઓ કારખાના આ કારણે સદંતર બંધ થઈ ગયાછે તેથી આ લોકોની મળતી રોજી પણ બંધ થઈ ગઇ હવે તેઓ શું કરે!
રોજ કમાય ને રોજ ખાય તેવી જીંદગી આ લોકો જીવતા હોયછે પછી તેઓ કોઇ મુંબઇમાં રહેતા હોય કે કોઇ દિલ્હીમાં રહેતા હોય પરંતું સમસ્યા દરેક જગ્યાએ એક સરખી જ હોયછે.
લોકડાઉન એટલે કે બધુ જ બંધ...
આવા સમયે ટ્રાન્સપોર્ટ પણ બંધ હોયછે તો તેઓ પોતાના વતન કેવી રીતે જાય! તેથી રોડ ઉપર લોકો એકલા કે ફેમીલી સાથે અમુક હલકો સામાન લઈ ને પગપાળા નીકળી પડેછે
હવે તમે જ વિચારો કે ગુજરાતથી બીજા રાજયોમાં જવુ હોય ને તે પણ પગપાળા તો કેટલુ ઘણુ અંતર કાપવું પડે! છતાંય લોકો કંઇપણ વિચાર્યા વગર વતન જવા બસ આમ જ નીકળી પડેછે.. કિલોમિટરોની પણ પરવા કરતા નથી સાથે થોડા ઘણા બચાવેલા પૈસા, બે ચાર પાણીની બોટલ બે જોડી કપડાં લઇ લેતા હોયછે..
સાથે રાખેલ નાના બાળકોનો પણ વિચાર કરતા નથી કે આગળ કેવી કેવી પરિસ્થિતીનો બધાએ સામનો કરવો પડશે! એ લોકોને ઘેર વતને પહોચતા અઠવાડિયું પણ થાય ને દશથી પંદર દિવસ પણ થાય..
બસ આવુ જ એક નાનુ બેકાર બનેલું ફેમીલી પોતાના વતને જવા સુરતથી નીકળી પડેછે પતિ પત્ની ને એક નાનુ બાળક (છોકરી)
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ..
આમ દિવસો એક પછી એક વધતા હતા પણ એક દિવસ એવુ થયું કે ફેમીલી પાસે બધા જ પૈસા વપરાઇ ગયા હવે ખાવા માટે એક પણ પૈસો બાકી રહ્યો નહી તો શુ કરવું!
છતાંય વગર વિચારે તેઓ ભુખ્યા પેટે પણ વધુ ચાલવાનો પ્રયત્ન કર્યો છેવટે ખાલી પેટે તેઓ સૈ હિંમત હારી ગયા ત્યાર પછી થોડીક રાહત માટે તેઓ એક ઝાડ નીચે બેઠા ને વિચાર્યું કે વતન હજી ઘણું દુર છે ને પૈસા પાસે છે નહી!
ગમે તે પણ આનો નિર્ણય તો ફેમીલીનો મોભી જ કરતો હોયછે
બસ સાથે મરવાના વિચારે ફેમીલીના મોભીએ સૈને ગળે દોરી પહેરાવી દીધી ને સાથે પોતે પણ ગળે પહેરીને ઝાડ ઉપર ચઢી ગયો ને જેઓ તે નીચે પડયો કે તરત દરેકના ગળાના ગાળીયા ફીટ થઈ ગયા ને નીચે મા ને દિકરી પણ થોડાક ઉપર ખેંચાઇ ગયા
આમ એક સાથે ત્રણ જણ પોતાના મોતને વ્હાલુ કરીને આ દુનીયાથી દુર ચાલ્યા ગયા...
કેવી છે આ જીંદગી...!
જે હોય તે પણ દરેકના મરણનું એક કારણ તો અવશ્ય હોયછે.