પોલીસને પણ કયારેક પોતાના ઘરની કે પોતાના શરીરની અમુક તકલીફો પણ હોયછે...
આમ છતાંય તેમને આંખ, મન બંધ કરીને તેમની ફરજ પ્રમાણે કયારેક પ્રજા ઉપર સખ્ત થવું પડે છે શું કરે સરકારી નોકરી ને લીધે મજબુરછે
આમેય પોલીસ એટલે દેશની પ્રજાના રક્ષકો...પણ દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાયદા પ્રમાણે પ્રજા સામે કામ કરવુ પડેછે.
નીચે ફોટામાં આપેલ પોલીસ નામે બચુભાઇ..જે અમદાવાદના વસ્ત્રાપુર એરીયામાં રહેછે જેમની નોકરી કરે આજ પાંત્રીસ વરસ થઈ ગયા ને આવતા ત્રણ મહિના પછી તેઓ રિટાયર્ડ પણ થવાના છે.
આજ તેમની ઉંમર અઠ્ઠાવન વર્ષની છે
આ પહેલા તેમને બે હાર્ટએટેક આવી ગયા છે છતાંય આ કોરોના જેવી મહામારીના સંજોગે તેમને સરકાર જયાં મુકે ત્યાં પ્રજાની સુરક્ષા માટે જવુ પડે છે તેમની ડયુટીનો સમય બપોરે ત્રણ થી રાત્રે અગિયાર વાગ્યા સુધીછે છતાંય તેવો પોતાની બિમારી ઢાંકીને પણ આજ આ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવી રહ્યા છે જે તેમનું એક મજબુત મનોબળ કહેવાય આજે પણ કયારેક તેમનું શરીર વધું કામ આપી શકતું નથી
પણ તેમને એક એવી ઇચ્છાછે કે રિટાયર્ડના અંત સુધી દેશ માટે, ને દેશની પ્રજા માટે કામ કરતા રહેવુ.
આપણી એક સલામ આવા પોલીસ કર્મીને કે જે દેશ માટે, પ્રજા માટે પોતાની શારિરીક તકલીફો હોવા છતાંય આજ આપણી વચ્ચે કામ કરી રહયાછે.👏