#ખાનગી
માને છે ખાનગી તું પણ હકીકત માં
ક્યાં રહ્યું છે ખાનગી કઈ...
એ સાયકલ ની ધંટડી નો અવાજ
કે એ તારી સીટી નો અવાજ કે
કે પછી...હું કહું તને...
તારી પાયલ નો ધ્વનિ કે
તારી મહેકતી ખુશ્બુની સુવાસ
કે તારું ધીમું મીઠું ગણગણવું...
જોતી'તી બધું જ આ હવા ની લહેરો...
આ તપતો સૂર્ય ...
આ ટમટમતો ચાંદ...
આ ચમકતા તારલા...
ક્યાં રહ્યું જ છે ખાનગી આપણી વહી રહેલી સ્નેહ વર્ષા...