આજ ઘણા વર્ષે બધા એક સાથે ઘેર બેઠા નિષ્ક્રિય...
કોરોનાયે બાળકો જેમ બધા ને આપ્યું વેકેશન કરી દીધા નિષ્ક્રીય...
પતિને ખબર પડી પત્નીની કે શું ખરેખર છે એ? નિષ્ક્રિય...
ધમાલિયા આ જીવનમાં થઈ ગયો વર્ષોનો પ્રેમ નિષ્ક્રિય...
દીકરાને ખબર પડી માં-બાપની કે જીવે છે હજુ, નથી થયા નિષ્ક્રિય...
સમય સાથેની ભાગદોડ માં થઈ ગઈ ફરજો નિષ્ક્રિય...
પિતાને ખબર પડી સંતાનની કે બાળપણ તો ક્યારનું થયું નિષ્ક્રિય...
ગમ્મત કરવાની બે ઘડી મળી ત્યાં રમકડાં પણ હવે થયા નિષ્ક્રિય...
પરિવાર ને ખબર પડી એ શેતરંજની કે વખત નથી કાઢ્યો એણે સાવ નિષ્ક્રિય...
અમને સાહ્યબી જીવાડવા માટે જ કરી છે એણે જિંદગી એની નિષ્ક્રિય...
આજ ઘણા વર્ષે બધા એક સાથે ઘેર બેઠા નિષ્ક્રિય...
#નિષ્ક્રિય