આજથી દશ દિવસ પહેલા કેવી હતી આપણી લાઇફ !!!
સવારે ચા નાસ્તો કરીને નોકરી ઉપર જવાનું સાથે નાના બાળકો પણ પોતાની સ્કુલનો યુનિફોર્મ પહેરીને સ્કુલ વાન આવવાની રાહ જોતા રસ્તા ઉપર ઉભા હોય
તાજી તાજી શાકભાજી વાળા પોતાની લારી લઇ ને મોરની જેમ ટહુકા મારતા હોય..એ લઇ લો તાજા તાજા શાકભાજી આવ્યા વટાણા આવ્યા, તુવેરો આવી, પાપડી રીંગણ આવ્યા!
નાના નાના હોન્ડાના ટુ વ્હીલર ને મોટી મોટી સુઝુકીના ફોર વ્હીલર રસ્તાઓ ઉપર આમ તેમ ઓવર ટેક કરીને દોડતા હોય, સાંજ પડે ને સૈ ગામડાં શહેરની બહેનો પોતાના મહોલ્લાના નાકે પેલી પાણીપુરીની ઉભેલી લારીએ ભેગી થાય!
રાત્રે જમ્યા પછી જુવાનો ને ઘરડાં પાનને ગલ્લે કે શેરીના ઓટલે બેસીને જરાક ગપ્પા પણ મારી આવે...
કેવા હતા એ સુંદર દિવસો
પછી કયાં ગયા એ દિવસો!!
ફરી કયારે આવશે એ દિવસો!!
આજ નથી દેખાતી કોઇ સ્કુલ વાન કે નથી દેખાતા પેલા શાકભાજીવાળાઓ કે નથી દેખાતા રોડ ઉપર વાહનોની કોઇ અવરજવર!
બધુ જ સુમસામ ચારેકોર બસ ઘોર સનાટો..જાણે ગબ્બર રિટર્ન
यहा से पचास पचास कोसों दूर जब कोइ दुकान खोलता है तो लोग कहते है कि बंद कर दे भाइ जल्दी वरना गब्बर सिंह आ जायेगा तो तेरे को बहोत पीटेंगा।
ઇન્ડિયા લોકડાઉન..પુરે પુરુ બંધ
કોઇને ઘરમાં રહેવું નથીગમતું, તો કોઇથી બહાર નથી જવાતું!
જાણે બહાર ફરી કોઇ ઉતરાયણ ચાલી રહી હોય!
આજ સૈ કોઇ પંખીઓની જેમ પોતાના (ઘરમા) માળામાં બેસી ગયાછે ને આજ પશુ પક્ષીઓ રોડ ઉપર લીલા લહેર કરેછે ને માણસો આજ ઘરમાં બેઠાછે તેમના માટે કોઇ જ લોક ડાઉન નથી બિનધાસ્ત ફરી રહ્યા છે..કેવી છે આજ આપણી હાલત! કયાંથી આવ્યો આ ચીની વાઇરસ જેથી બધાને એકવીસ દિવસ ઘરમાં બેસાડી દિધા વગર કોઇ કર્યાં ગુનાએ!!!
પણ આવશે બાપડા આવશે એ ખુશીના દિવસો જરુર પાછા આવશે પણ પહેલા આપણે સલામત બનીને આ કોરોના જેવા નાગને નાથી લઇએ.
જેવો કોરોના ભાગે એટલે આપણે ઘરની બહાર...
પણ હમણાં બસ સૈએ એક જ સુત્ર યાદ રાખવાનું છે ઘરમાં રહીએ, સલામત રહીએ, ને પરિવાર ને દેશને બચાવીએ.
પછી તો ભૈ જલસા જ છે ને...