સ્નેહા એના બાળકો સાથે રાડા રાડ કરી રહી હતી," ફોન મુકી દો હવે,,, મારે મારા ફોનનો પાસવર્ડ જ બદલવો પડશે."
ઘરમા આવતા એના પતિએ એના છેલ્લા શબ્દો સાંભળ્યા, "પાસવર્ડ જ બદલવો પડશે " એટલા.
બીજા દિવસે એના પતિએ સ્નેહાનો ફોન ચેક કર્યો. સ્નેહાએ પાસવર્ડ સાચે જ બદલ્યો હતો.
પોતાની પત્ની પર શંકાનુ બીજ રોપાયું, હવે સ્નેહા પાસેથી પાસવર્ડ કેવી રીતે લેવો એ વિચારતો હતો.
"સ્નેહા મને તારો ફોન આપ તો મારા ફોનમાં ચાર્જિંગ નથી. " હસતા હસતા સ્નેહાના પતિએ પુછ્યું.
"અરે, યાર એમા પુછે છે શું ??? ત્યાં જ પડ્યો છે ટેબલ પર, લઈ લે." સ્નેહાએ હસતા હસતા જવાબ આપ્યો.
ફોન હાથમાં લઈને સ્નેહાના પતિએ કહ્યું, "યાર પાસવર્ડ બદલ્યો લાગે છે??? શું છે ???"
સ્નેહા કચરાવાળો આવ્યો હોવાથી કચરો નાખવા જતી હતી એટલે મસ્તીમાં હસતા હસતા કહેતી ગઈ,,, " મારા બોયફ્રેન્ડ ની બર્થ ડેટ છે."
સ્નેહાના પતિનો શંકાનો કિડો મજબૂત થયો એમણે બર્થડેટ લખેલી ડાયરી કાઢી અને એક પછી એક બધાની બર્થડેટ નાખી જોઈ પણ કોઈની બર્થડેટ મેચ ન થઈ.
અંતમાં પોતાની બર્થડેટ નાખી અને સ્નેહાનો ફોન અનલોક થયો.
અને તરત જ સ્નેહાના પતિના શંકાના કીડાને હાર્ટએટેક આવ્યો...
જય શ્રી કૃષ્ણ
તેજલ
#પાસવર્ડ