સુપ્રભાત મિત્રો,
લોક ડાઉન નો ૫ મો દિવસ...
માનસ શાસ્ત્ર મુજબ નો નિયમ કે માણસો ને જે કામ તમે કરવાની ના પાડો એ એ ખાસ કરશે,સ્વાભાવિક વૃત્તિ જેવું થઈ ગયું છે....
- તમે કહો કે આજે ઉપવાસ છે ખાલી ફરાળ કરવાનું છે તો રોજ નહિ માં થતું હોય એ પણ એ સમય પર ખાવાનું માં થાશે જ....
- જે દિવસો માં મીઠું નથી ખાવાનું હોતું ત્યારે જ આપણને વધુ માં થાય છે.
- આજે ચંદ્ર દર્શન માં કરાય તો તે દિવસે જ વધુ જોવાનું માં થાય.
- કોઈ ની ચહેરો ઢાંકેલો હોય તો આપણને એ જોવાનું કુતૂહલ વધુ હશે....એટલે આ જે કુતૂહલ વૃતિ છે ને એ આપણને હેરાન કરે છે.
- આવી જ રીતે અત્યારે પોલીસ એ ના પાડી છે ઘર બહાર નીકળવાની,તો બહુ વધારે લોકો ને માં થાય છે બહાર જવાનું,લાવ ને જોઈ આવું બીજા સુ કરે છે ????😅 , ગલી ના નાકા સુધી તો જવાય જ ને વળી, અરે હમણાં ૨ મિનિટ માં આયો.....પેલા ભાઈ ને મળતો આવું ત્યાં કેમ છે બધું જોતો આવું....🥶🥶🥶 અરે રાતે ચાલવા તો નીકળાય જ ને .....અખો દિવસ સુ કરવું ઘર માં.....
યાર ટાઈમ જતો નથી.....ચાલો આજુબાજુ વાળા સાથે ગપ્પા મારીએ....બહાર બેસીને ઘર માં નઈ જવાનું....🤔🤔🤔🤔🤔
અરે ભાઈ વાઇરસ ને અવીબધી સમાજ ના પડે,એ તો ગમે ત્યાં બે લોકો પણ ભેગા થાય ને એકાદ ને ઇન્ફેક્શન હોય એટલે બીજાનો વારો આવી જ જવાનો,અને એ બંને ઘર માં જાય ત્યાં જેટલા લોકો હોય એટલા ને લાગે,પછી એ લોકો જેને મળે એણે લાગે આમ દિવસે બમણું ને રાતે ચારગણું ફેલાય છે.....
આ બીમારી ની કોઈ જ દવા કે રડી નથી મલી,બચાવનો એક જ ઉપાય છે,પોતે ઘર માં રહો અને પોતાનું અને પોતાના ઓ નું ધ્યાન રાખો...
-ઘર ની એક જ વ્યક્તિ ને માસ્ક અને મોજા સહિત જ ઘર ની બહાર જરૂરી વસ્તુઓ માટે જવા દો. આવીને બને તો નહિ જ લો બાકી સાબુ થી બરાબર હાથ ધોઈ લો,મોજા દેટોલ માં પલાળી ધોઈ નાખો.....
- ઘર માં જ નવી નવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરો જે થી બહાર જવાનું મન જ ના થાય....
- કોઈ ને ગમતું નથી પણ વખાના માર્યા કરવું જ પડશે તો જ જીવતા રેશું....
જાન હે તો જહાન હે ભાઈ...👍 મને કઈ ના થાય એવી હોશિયારી તો મૂકી જ દેજો,થશે તો ખબર પડતાં સુધી માં બહુ લોકો ને થઈ જશે,સરનામું ભૂસાઇ જશે.....બહુ વૈડાઈ સારી નઈ....
કેસો જડપ થી વધી રહ્યા છે,જો આમ જ રહ્યું તો સમય લંબાઈ પણ સકે છે...સ્વસ્થ અને સુરક્ષિત રહો અને શાંતિ રાખો....ડરો નહિ અને ડરાવો નહિ....
જીવશું તો બહાર પણ ક્યારેક નીકળવા મળશે,બાકી ઉપર તો જવાનું જ છે....આપને જ આપણું ધ્યાન રાખીએ,સરકાર ક્યાં ક્યાં પોચશે.....?
કોઈ ને મદદ પણ કરવી હોય તો માસ્ક અને મોજા પહેરી ને આપીએ,પોલીસ ને પણ જોડે રાખીએ,બચી એ અને બચાવીએ.