લય.....
આ મેટ્રો અને જેટની ઝડપમાં,
બ્રેક અચાનક, લાગી સફરમાં.
શહેર આખ્ખુય, કંપાય કહેરમાં,
કે ભળી ગઈ છે, હવા ઝહેરમાં.
બારી બહારથી એક પોપટ બોલ્યો,
માણસ પુરાયો, પોતે જ પિંજરમાં.
મધ્ય, દ્રુત કે હોય વિલંબિત,
રાખ અંકુશ તું, લયનાં સ્તરમાં.
સમય-સ્મૃતિનું છે આ કોકડું,
અંત મળે નહિ, આઠે પ્રહરમાં.
કોઈ-કોઈથી વિચલિત હોઈ શકે,
હું તો જીવું છું, મારી જ લ્હેરમાં.
@ મેહૂલ ઓઝા