તારો હિસ્સો છે
બસ હવે સમયની સાથે યાદોની વસુલાત છે
ભલે હું તારી વાતમાં નથી
છતાંય મારી કહાનીમાં તારો હિસ્સો છે
બસ હવે આ કદાચ છેલ્લી શરૂઆત છે
ભલે હું તારી સાથે નથી
છતાંય મારી સફરમાં તારો હીસ્સો છે
બસ હવે તને આ મારી છેલ્લી રજૂઆત છે
ભલે હું તારી કલ્પનામાં નથી
છતાંય મારા દરેક વિચારમાં તારો હિસ્સો છે
બસ હવે આ પ્રેમની છેલ્લી મુલાકાત છે
ભલે હું તારા દિલમાં નથી
છતાંય મારા જીવનમાં તારો હિસ્સો છે
બસ હવે આ છેલ્લી કબૂલાત છે
ભલે તું મારો નથી
છતાંય મારામાં તારો હિસ્સો છે
- કિંજલ પટેલ (કિરા)