જયાં પણ જાય ખિલી ઉઠે તે ગુજરાતી,
ગરબાના તાલે ઝુમી ઉઠે તે ગુજરાતી,
બધાનું દિલ જીતી લે તે ગુજરાતી,
બધાને પોતાના બનાવી લે તે ગુજરાતી,
ફાફડા, જલેબી ,ચા મંગાવે તે ગુજરાતી,
પાન,ફાકીનો ગલ્લો ગોતે તે ગુજરાતી,
સવાર-સાંજ થેપલા ખાય તે ગુજરાતી,
થેન્ક યુ હો, બોલે તે ગુજરાતી,
આપણે નિયમ તોડવા માટે બન્યાં તે માને તે ગુજરાતી,
જેવા હોય તેવા દેખાય તે ગુજરાતી,
કોઈદી ના સુધરે તે ગુજરાતી,
જેમ તેમ હોય ભાઇ, મોજીલા છે ગુજરાતી,
તેથી જ આપણા વ્હાલા છે ગુજરાતી.
written by
dp