મુલતવી રાખી મુલાકાત જે ગણી ગાંઠી હતી,
ઘરનાં ખૂણે એકવીસ દિન સહકાર જોઈએ,
શહેરનાં ખૂણા નકારવા પડશે તારે ને મારે હવે,
સાંકળા ઘરને શેરી સ્વરુપે સ્વીકારવું જોઈએ,
ઘરનાં ખૂણે બેસી તારે સાથે મેસેજવુ પડશે,
તારા મેસેજ ઓડકાર સતત રણકાર જોઈએ,
વિતાવા જ છે દિવસો તો સેલ્ફી સેલ્ફી રમશું,
તને જોવાનો અનેક રીતે લ્હાવો લેવો જોઈએ,
ચોપડાનાં થપ્પા વાંચવા ને રજોટ ઉડાવી દીધી,
ઘર રમવા તારા નામનો અંદર રુઆબ જોઈએ,
ઘડીક કરશું ગઝલ મત્લે કવિતાની આનાકાની,
ચહેરો લખવો છે તારો , વિડિયો કોલ જોઈએ,
અંતરની વાતો ખોલવા ખોબલા ભરી સમય છે,
નેટવર્ક નામનો સ્ત્રાવ ફોનમાં ધરખમ જોઈએ,
જો એકબીજાનાં શ્વાસ ગણવાનો પ્રણય આયો,
અનંત અવાજની બુલંદી આપો સહકાર જોઈએ,
લૂંટી લેવી હશે ફરીયાદો ના લાંબા લચક લીસ્ટ,
પ્રેમથી એકવીસ દિવસ ઘરમા સહકાર જોઈએ,
તારા અવાજની તલબને ઘણો તીવ્ર માપી લેશું,
તો એકધારુ બોલવાની અનહદ સંગાથ જોઈએ,
આવ્યો મુકામ ઘરની લાદીઓ ગણવાનો મૌકો,
આ છેડેથી પેલે પાર ગણતરી રાખનાર જોઈએ,
વિજ તમન્ના ફરી વળશે શબ્દોની આ દિવસોમાં,
દુઆ આપના દિલોથી માંગો આશિષ જોઈએ,
-વિજય પ્રજાપતિ
-વમળ #25march2020 )