માપદંડ હોઈ છે સૌના જુદા જુદા
કોઈ બોલે પથ્થર,તો કોઈ બોલે ખુદા
મારી નજરનો હું જ હોવ છું દોષી
અવસર છે એક,પરિણામ જુદા જુદા
છે જીવંત માનવતા આજે પણ
બસ જોવાય છે એ ચહેરે જુદા જુદા
છે કરવાનો મોકો તારી પાસે પણ
કરીલે ભેગી પળો જે હતી જુદા જુદા
ન બન ઇશ, માણસ બને તોય ઘણું
સમયનો છે ખેલ, ને ખેલાડી જુદા જુદા
હર મોઢાની માન્યતાઓ જુદા જુદા
કોઈ કહે છે પથ્થર, ને કોઈ કહે ખુદા
-પિયુષ કુંડલીયા