#ચિત્ર
બંધ આંખોમાં પણ તારું જ ચિત્ર જોવા મળે છે.
દિવસ-રાત તારી ગીતાના શબ્દો જ કાને ગુંજી રહ્યા છે.
જીભ પણ તારા જ ચરિત્રની વાતો વાગોળી રહી છે.
સતત તારા સ્મરણથી જ મારું જીવન રંગીન છે.
ક્યાં સુધી સતત તું મારી સાથે છે
એનો અનુભવ જ કરાવ્યા રહીશ.
કાન્હા
હવે તો ચિત્રમાં જ નહીં હકીકતમાં મળી તો જો...