સમંદર......
છો ગજબના કંઇ કાતિલ તમે,
હસતા હસતા, રડાવ્યા તમે.
અમારી આંખોમા શુ દેખાય છે ?
પ્રેમનાંય પૂરાવા મંગાવ્યા તમે.
ઓ મૃગનયની હવે થોભી જાવ,
ઝાંઝવે ઝાંઝવે, હંફાવ્યા તમે.
હાથ ઝાલી બાગમા ચાલ્યા'તા,
કંટકે કંટકે , દૂભાવ્યા તમે.
શાને ગમગીન છે આ સમંદર,
નાહક નાહક, ડૂબાવ્યા તમે.
......... મેહુલ ઓઝા