પેલે પાર
ઘણા સપના પુરા થયા અને ઘણા સપના તુટી ગયા
પણ દુઃખ તો એ વાતનું છે કે
કાશ આપણે મળી શકતા, સપનાની પેલે પાર
ઘણા બારણાં ખુલ્યા અને ઘણા બંધ રહી ગયા
પણ દુઃખ તો એ વાતનું છે કે
કાશ આપણે મળી શકતા, બારણાંની પેલે પાર
ઘણા હાથ મળ્યા અને ઘણા છૂટી ગયા
પણ દુઃખ તો એ વાતનું છે કે
કાશ આપણે મળી શકતા, મિલનની પેલે પાર
ઘણા આંસુ વહી ગયા અને ઘણા રોકાઈ રહ્યા
પણ દુઃખ તો એ વાતનું છે કે
કાશ આપણે મળી શકતા, આંસુઓની પેલે પાર
ઘણા સાથી મળ્યા અને ઘણા ખોવાઈ ગયા
પણ દુઃખ તો એ વાતનું છે કે
કાશ આપણે મળી શકતા, સફરની પેલે પાર
- કિંજલ પટેલ (કિરા)