ગઇકાલે રવિવાર હતો..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે આખા ભારત દેશમાં જનતા કરફ્યુનું એલાન આપ્યુ હતું કે આ દિવસે સૈ કોઇએ પોતપોતાના ઘરમાં બેસીને સમય પસાર કરવો..કોઇએ ઘરની બહાર નીકળવું નહી...કારણકે આજકાલ કોરોના વાઇરસ ભારત દેશમાં જે હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે તેને રોકવા એટલે કે તે લોકોનો વધુ વિનાશ ના કરે તે માટેનું આ એક પ્રયાસના ભાગ રુપે યોગ્ય પગલું હતું ને સાથે સાથે સૈ કોઇ આ દિવસે પોતાના ઘરમાં બેસીને રવિવારનો સમય પસાર કર્યો..
કોઇએ ભેગાં મળીને અંતાક્શરી રમી તો કોઇએ પત્તાની ગેમો રમી તો કોઇએ આખો દિવસ ટીવી જોઇને પસાર કર્યો...શહેર ને ગામના બજારો પણ લોકોએ બંધ રાખ્યા હતા રોડ ઉપર બે ચાર માણસો સિવાય કોઇની પણ અવરજવર ખાસ હતી નહીં સિવાય કે રખડતા કુતરાં તેમને તો મજા પડી ગઈ હતી કારણકે રોડ રસ્તા બીલકુલ ખાલી ખમ હતા એટલે આ બાજુથી તે પેલી બાજુ ભાગદોડ કરવાની મજા પડી ગઈ હતી!
સમય પાંચ વાગે સૈ પોતાના હાથમાં થાળી ને ચમચી લઇ ને બહાર નીકળ્યા કોઇ નીચે રહયું તો કોઇ ઉપર રહ્યુ ને તરત થાળી પછાડવાનો ઘનઘનાટ ચાલુ થઈ ગયો તો કોઇએ બે હાથે તાળીઓ પાડીને પણ લોકો આભાર માનવા લાગ્યા કે જે લોકો કોરોના વાઇરસથી હોસ્પીટલોમાં હતા તેમને સારવાર આપી રહેલા ડોકટરો ને નર્સોનો આભાર ને જોશ વધારવા માટેનો એક ભાગ હતો કે તેઓ વગર કોઇ ચિંતાએ, વગર કોઇ ડરે, વગર કોઇ તકલીફે પીડીતોને સાજા કરવામાં પોતાની જાતની પણ પરવા કર્યા સિવાય ખડે પડે હોસ્પીટલમાં દોડાદોડ કરેછે નમણ છે આવા લોકોને કે એક માનવતા જેવા ધર્મનું પાલન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
થાળી પછાડવાનો સમય માત્ર દશથી પંદર મિનીટનો હતો ત્યારે લોકો તો પોતાના ઘરની બહાર નીકળીને રોડ ઉપર આવીને રીતસર સરઘસ કાઢીને બેઠા હતા જાણે કોઇ ક્રિકેટની મેચમાં ઇન્ડીયા જીતી ગયું હોય! બધા ખુશખુશાલ દેખાતા હતા કે જાણે વાયરસ ઉપર પોતે જીત મેળવી હોય!
ખરેખર લોકોએ કર્યા ઉપર પાણી જ ફેરવી દીધું એમ કહી શકાય. કારણકે આ ચીજ પોતાના ઘરમાંથી જ કરવાની હતી, નહીં કે ટોળું કે સરઘસ કાઢીને!
આતો એવું થયું કે કોરોના વાયરસને તમે થોડોક બ્રેક આપ્યો હતો ને ફરી પાછા બધા ભેગા થઇ ને ફરી તેને આવવાનું આમંત્રણ આપી દીધું!!!
કોરોના વાઇરસથી બચવા માટે એક સહેલો ઉપાય એ છે કે સૈ કોઇ એક સાથે ભેગા ના થાય...ઘરમાં રહેવાથી ને માણસનો સંપર્ક ના થવાથી તે બાર કલાકમાં જ નિર્જીવ થઈ જતો હોયછે. મચ્છરને જો લોહી ના મળે તો તે જીવીત રહી શકતું નથી તેમ આ વાયરસને પણ માણસનું શરીર ના મળે તો તે પણ જીવત રહી શકતો નથી.
હવે તો આ વાઇરસ ભારતમાં ખરેખર બીજાથી ત્રીજા સ્ટેજ ઉપર આવી ગયો છે આથી હવે ભારતમાં વધુ ને વધુ લોકોના કેસ પોઝીટીવ તરફ જઇ શકે તેમ છે માટે સૈ કોઇએ ઘરમાં જ બેસી રહેવું એજ સૈની સલામતી છે.