મારા દોસ્ત જયારે જ્યારે તે મને પૂછ્યુ કે બધા માંથી હું જ કેમ તને ગમ્યો ?
જ્યારે જ્યારે તે મને પૂછ્યુ મારા માં એવુ કંઈ ખાશ નથી પછી હું જ કેમ તારી નજીક ?
ત્યારે ત્યારે હસી ને વાત કાપતી રહી, પણ આજે આનો જવાબ ફકત દોસ્ત તારા માટે ,
નીચા દેખાડવા વાળા ખુબ જોયા પણ એક હિંમત અપાવે એવો મારો યાર ,
આંસુ ઓ ને ના સમજવા વાળા ને ક્યાં કોઇ કદર હતી પણ જે આંસુ જ ના આવા દે એવો તું જ છે દોસ્ત ,
હસાવી હસાવી જે ગમ ને ગાયબ કરાવી દે ને ઊંધા સીધા પાગલપંથે લઈ જાય એ ફકત તું ,
દુર હોવા છતા નજીક નો અહેસાસ અપાવે ને રોજ આનંદ માં જીવવાના ગીતો રજૂ કરે એ તું જ મારો કવિ ,
ના જોયુ તારા માં કોઇ રૂપ પણ જોયુ તારા માં એક દરિયા જેવુ દિલ , અહેસાસ આપવી જાય છે એ કે મારા જેવો જ છે તું ,
મારી દરેક વાત મંજુર મંજુર કરનાર છે યાર તું , ને મારી બચકાની આદતો મારી બક્બક ને પણ પ્રેમ કરે એ ફકત તું !
મારા સપનાઓ માંથી બહાર આવેલો મારો મિત્ર શું કહું તને ખૂટે છે શબ્દો પણ , ભગવાને મારા માટે આપેલી અદ્ભુત ભેટ છે દોસ્ત તું ,
jigs