મોબાઇલ ટ્યુન થી જાગી ને થાકી ગયા હવે
ચીં ચીં કરી પરોઢે જગાડ ને ચકલી
એક એક તણખલું ભેગું કરી
ફોટા પાછળ માળો બનાવ ને ચકલી
કાર્ટુન જોઈ ને બાળકો બોલતા થાય છે
બાળક ના મુખ માં બોલવા આવ ને ચકલી
મુક્યા છે પાણી અને દાણા ના કુંડા
એક વાર ખાવા આવ ને ચકલી
આમ તેમ ઉડતી ચીં ચીં કરતી
ફરી કલરવ કરવા આવ ને ચકલી
"વિનોદ " કરે પોકાર તારો
એકવાર ઘરે આવ ને ચકલી..... વિનોદ✍️