સુર્યોદય પૂર્વ એ પિતા મૂક મને મહેનત કરતો માણસ,
મધ્યાહન ટાણે રવિના ધોમધખતા તાપથી પણ ના ડરતો માણસ,
જવાબદારીઓ ના અનંત બોજા થી અડગ ઉભો રહેતો માણસ,
ખુદની ખ્વાહિશ ને ખત્મ કરી સર્વ ની ઇરછા ને પોષતો માણસ,
સુર્યાસ્તે થાકી પાકી ઘરે આવી સ્મિત ના સૂર રેલાવતો માણસ
જગમાં જંગમ જશ મળે, આદરનો અસલી હકદાર તે માણસ.