પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
પૂર્ણ પ્રિત નું એક સાહેદ એજ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
અમૃતા પ્રિત મારી બસ તુ જ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
માનદા પ્રિત તો હવે તું લે જ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
પ્રિતની પૂષા કરું બસ હું જ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
તુષ્ટિ ને પુષ્ટિ પ્રિતની તો રે જ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
રતિ પ્રિતની ધૃતિ પામી મેં જ...
પૂર્ણાંમૃતા શશિ નું તેજ,
શશિની ચંદ્રિકા તો બસ તું જ...
✍️ કવિરાજ