સરી ન જાય મારા હાથ માંથી સપના
બસ દિલમાં એ જ પ્યાસ રાખું છું!
એટલો ધનવાન નથી હું કે જગ જીતું,
એથી ગરીબાઈની ચિંતા ખાસ રાખું છું!
રમે છે જીંદગી રોજ જ નવી બાજી,
પણ, હું હૈયે હંમેશા હાસ રાખું છું!
વિશ્વાસ છે મને મારી જ જાત પર,
ફકત માધવની જ આશ રાખું છું!
પકડી જો શકે મારો હાથ તો આવ હવે,
કારણ, હંમેશા તું સાથે હોવાનો ભાસ રાખું છું!
-કુંજદીપ