એકલ બેકલ તો શું કહેવું ?
તું તું ને તારૂં જ ચોમેર રહેવું!
આગળ પાછળ તો શું રહેવું?
તારી યાદોને ઠરીઠામ રહેવું!
યોજન જોજન તો શું ગણાવું?
તારી દૂરીમાં મથીને પળ જીવું!
સાજન મા'જન તો શું મંગાવું?
મારી યાદે માંડવાને શણગારૂં!
#સાંભળો
એકલ બેકલ તો શું કહેવું?
આવી જા 'દેવાંગ'નું એ જ કહેવું!
-દેવાંગ દવે©