કોરી કોરી રાહનો મુસાફર સફરમાં હું એકલો,
અલગારી રઝળપાટે ભટકતો સિતારો હું એકલો,
કોરુ રહ્યું જનની હૂંફ વગરનું શૈશવનું રમકડુ મારું,
જીવન જીમ્મેદારીની ચાવી ભરી ફરતો હું એકલો,
બચપણ ખોવાઈ ગયુ ?ક્યાંક જન્મ્યું એવુ આથમ્યુ,
કોડિયામાં તેલ વગરનો દિવો ઝળહળતો હુ એકલો,
મળ્યાં આમતો ઘણાય મને મારા મુજને સાચવનારા,
માને પણ કેમ બસ ઝંખ્યા કરતો જીવડો હુ એકલો,
પળ પળ ને ઘરનાં ઉંબરા લાગ્યા હવે અમને ભેંકાર,
તારી હૂંફ વગરનું મન જાણે વનરાવનમાં હું એકલો,
હૂંફની સરિતાને માણવા ઘસી આવું કિનારા સુધી,
જગની પ્રગટ હૂંફ મેળવ્યાં વગરનો વિજ હુ એકલો,
-વિજય__vp❤