વીરતા અને બલિદાન કણ-કણમાં સંરેખિત છે,
મહેબૂબાની મહોબત છોડી, દેશ સાથે પ્રીત છે.
એ ચિત્રો વિશ્વના ઉત્તમ ચિત્ર છે મારી નજરે,
પહાડોમાં જવાનોએ નખથી જે કર્યા અંકિત છે.
મોટા મોટા સમારોહમાં વાગી રહ્યા ડીજેના નાદ,
સિવાડે જવાનનું તાંડવ, કુરબાનીનું સંગીત છે.
બરફની ચાદર ઓઢી જે સુઈ ગયા ચિરનિદ્રામાં,
"મનોજની" કલમમાંથી ટપકતા એમન ગીત છે.
એક નાની નાવે મોટા જહાજને કેવું ઉથકાવ્યું,
અભિનંદનનું આ શૌર્ય જોઇ શત્રુ ભયભીત છે.
બ્રિગેડિયર ઉસ્માનના રક્તથી કાશ્મીર રંગાયું,
પરંપરા ચાલુ રાખી છે,દેશના વિરો જગજીત છે.
મનોજ સંતોકી માનસ
#સંરેખિત